ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યાં

જુલાઇ 28, 2010 at 7:44 એ એમ (am) 1 comment

 

ગુજરાતનાં તમામ લોકો ગૌરિવ્રતથી માહિતગાર જ છે. નાજુક, નાનકડી  બાળાઓ અતિ ઉત્સાહથી આ વ્રત મનાવે છે. પાંચ દિવસ સુધી વહેલી સવારે સજીધજીને મંદિરમાં પૂજા કરવા જતી નાની બાળઓનાં દર્શન કરવા એ પણ એક લહાવો જ છે. આ નાનકડી કુમળી ઉંમરથી જ કન્યઓ ભાવિનાં પડકારો માટે ઘડાવાનું શરૂ કરે છે. એક નાના તપની આ શરૂઆત છે. આખો દિવસ ભૂખ્યા રહીને સાંજે મીઠા વગરનું અન જમે છે. આવી લાડકડીઓને માતા-પિતા સાંજે ફરવા લઇ જાય છે. જુદા જુદા મંદિરોમાં દેવદર્શન કરાવે છે. આ સમયગાળા બાદ આખી રાતનું જાગરણ હોય છે. આ પ્રસંગ એક ઉત્સવ બની રહે છે. ઘરનાં સભ્યો તો તેમાં શામેલ હોય જ પણ શેરી કે મહોલ્લાનાં લોકો પણ તેમાં સક્રિય ભાગ લે છે. આ વ્રતનો આજે છેલ્લો દિવસ છે ત્યારે કવિશ્રી રમેશ પારેખની રચના અત્રે વાંચીએ…..

ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યાં ને નાગલા ઓછા પડ્યા રે લોલ
કમ્મખે દોથો ભરીને કાંઈ ટાક્યાં ને આભલાં ઓછાં પડ્યાં રે લોલ

માંડવે મ્હેક મ્હેક જૂઈની વેલ કે જૂઈના રેલા દડે રે લોલ
સૈ, મારે નેવાંનું હારબંધ ટોળું કે સામટું મોભે ચડે રે લોલ

ત્રાજવે ત્રંફેલા મોરની ભેળી હું છાનકી વાતું કરું રે લોલ
લોલ, મારે મોભારે કાગડો બોલે ને અમથી લાજી મરું રે લોલ

મેંદીએ મેલું હું મનની ભાત્ય ને હાથમાં દાઝ્યું પડે રે લોલ
આડોશપાડોશ ઘમ્મકે વેલ્યું ને લાપસી ચૂલે ચડે રે લોલ

સૈ, મારે ઊંબરાની મરજાદ કે ઓરડા ઠેસે ચડ્યા રે લોલ
લોલ મારે પથ્થરને પાણિયારે કે જીવતાં મોતી જડ્યાં રે લોલ

લોલ, ઊભી આંગણે નાગરવેલ કે પાંદડાં તૂટ્યા કરે રે લોલ
ઓરડે વાની મારી કોયલ આવે ને કાંઈ ઊડ્યા કરે રે લોલ

– રમેશ પારેખ

મને બરાબર યાદ છે અમારા ઘરમાં અમે બે બહેનો અને ત્રણ ભાઇઓ.ભાઇઓ મોટા અને અમે બે બહેનો નાની. તેમાં ય હું તો સૌથી નાની…

અમે ગૌરીવ્રત કરતા. સવારે ઘેર જ જવારાની પૂજા કરતા. વાડકીઓમાં કાજુ,દ્રાક્ષ,બદામ,અખરોટ, પીસ્તા,જરદાલુ વિગેરે વિગેરે ભગવાનને ધરાવતા. અલબત્ત આ વખતે ભાઇઓને માટે પણ વાડકીઓ ભરાતી. બીજા ભાઇઓ તો કાંઇ ન બોલતા પણ સૌથી નાના ભાઇ તરત ગીત શરૂ કરતા.

છોકરીઓને કાજુદ્રાક્ષ ખવડાવે ને છોકરાઓને શીંગ આપે

છોકરીઓને શીરો ખવડાવે ને છોકરાઓને ખીચડી ખવડાવે…

છોકરીઓને ફરવા લઇ જાય ને છોકરાઓને ઘેર રહેવાનું

આજે તો ખૂબ જ મોટા થઇ ગયા છીએ ત્યારે આ બધી સ્મૃતિઓ મમળાવવાની મઝા આવે છે.

Advertisements

Entry filed under: બાળકાવ્યો, Nursery Rhymes. Tags: .

ચોરનો પસ્તાવો વૃક્ષારોપણ

1 ટીકા Add your own

  • 1. દિનકર ભટ્ટ  |  જુલાઇ 28, 2010 પર 11:21 એ એમ (am)

    મને પણ મારું ગામ ( લીંબડી ) અને ગામને પાદરે વહેતી નદી અને મોળા વ્રતને મસ્તી થી માણતી રમતી કુદતી બાળાઓ, જાગરણ આ બધું જ યાદ આવી ગયું.

    રમેશ પારેખની આ રચના ગુજરાતી ફીલ્મ ” કાશીનો દિકરો ” માં બહુ જ સરસ રીતે વણી લીધી છે. આ વાત પણ તાજી થઇ- આભાર.

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

  • 207,718 વાંચકો

દિવસવાર ટપાલ

જુલાઇ 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જૂન   ઓગસ્ટ »
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

મહિનાવાર ટપાલ


%d bloggers like this: