શ્રધ્ધાંજલિ

ઓગસ્ટ 12, 2010 at 7:21 એ એમ (am) 3 comments

 

આજે એટલે કે ૧૨મી ઑગસ્ટના રોજ  મહાન વૈજ્ઞાનિક ડો.વિક્રમ સારાભાઇનો જન્મદિવસ……….

આ દિવસ “વિજ્ઞાનોત્સવદિન” તરીકે પણ મનાવાય છે. સર સી.વી.રામન જેવા મહાન વિજ્ઞાનીના હાથ નીચે તૈયાર થૈ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવનાર ડો.વિક્રમ સારાભાઇનો જન્મ ૧૨-૦૮-૧૯૧૯ ના રોજ  માતા સરલાદેવીની કૂખે થયો. પિતા ધનાઢ્ય ઉદ્યોગપતિ હોવાથી તેમનાં અભ્યાસને ખૂબ પ્રોત્સાહન મળ્યું. નાનપણથી  જ તેઓ ખૂબ હોંશિયાર હતા.

તેમને નાનપણથી વિજ્ઞાનમાં ઊંડો રસ હતો.તેમણે ૧૨ થી ૧૪ વર્ષની ઉંમરે જ સાયકલમાંથી સ્ટીમએંજીન બનાવી પોતાની વિદ્વતાનો પરિચય આપી દીધો. હતો.પરદેશ જઈ ભૌતિકશાસ્ત્રનો અભ્યાસ કરી તેઓ સ્વદેશ પાછા ફર્યા અને નોબલ પારિતોષિક વિજેતા સર સી.વી.રામન સાથે બેંગ્લોરમાં કોસ્મિક કિરણો અંગે અભ્યાસ કર્યો. પુનઃ કેમ્બ્રીજ યુનિવર્સીટીમાં અભ્યાસ કરી ૧૯૪૭ માં પી.એચ.ડીની ડીગ્રી મેળવી. તેમણે ફીઝીકલ રીસર્ચ લેબોરેટરીની સ્થાપના કરી.

ડો.હોમી ભાભાના અનુગામી તરીકે દેશમાં પરમાણુઉર્જા ક્ષેત્રે કાર્યક્રમો ઘડ્યા. ઇસરોની સ્થાપના કરી.આઇ.આઇ.એમની સ્થાપનામાં પણ દૂરંદેશીભર્યું માર્ગદર્શન આપ્યું.

૧૯૬૬ માં પદ્મવિભૂષણથી નવાજાયા. તેમે જ મરણોત્તર પદ્મવિભૂષણ એવોર્ડ એનાયત થયો. ભારનો પ્રથમ ઉપગ્રહ આર્યભટ્ટ તરતો મૂકવા અથાગ પરિશ્રમ કર્યો હતો. પરંતુ ૩૦-૧૨-૧૯૭૧ ના રોજ ત્રિવેન્દ્રમ ખાતે રોકેટ લોન્ચીંગ નિરીક્ષણ દરમ્યાન હ્રદયરોગનો હુમલો આવતાં તેમનું નિધન થયું.

ગુજરાતના આ વિજ્ઞાની સ્પૂતની યાદમાં અમદાવાદમાં  ગુજરાત યુનિવર્સીટી સામે આવેલા વિક્રમ સારાભાઈ કોન્યુનિટી સાયન્સ સેન્ટર ખાતે આ દિવસે વિજ્ઞાનને લગતાં પ્રદર્શનો,સ્પર્ધાઓ, વૈજ્ઞાનિકો સાથેની મુલાકતોનાં ખાસ કાર્યક્રમો યોજી તેમને શ્રધ્ધાંજલિ અર્પવામાં આવે છે.

Advertisements

Entry filed under: ડાયરીનું એક પાનું, દિન મહિમા, વ્યક્તિવિશેષ. Tags: .

છોકરો અને સફરજનનું વૃક્ષ સેવ ખમણી

3 ટિપ્પણીઓ Add your own

  • 1. rajeshpadaya  |  ઓગસ્ટ 12, 2010 પર 11:54 એ એમ (am)

    ધન્ય માતા, ધન્ય ગુજરાત, ધન્ય પરમાત્મા, આવા સપુતની ભેંટ આપવા બદલ………

    જવાબ આપો
  • 2. Rupen patel  |  ઓગસ્ટ 12, 2010 પર 3:56 પી એમ(pm)

    વિક્રમ સારાભાઈ ગુજરાતી હોવાથી આપણે સૌએ ગુજરાતી હોવાનો ગર્વ હોવો જોઈએ . તેમણે કરેલા નોધપાત્ર કાર્ય આપણને સદા યાદ રહેશે .જયારે જયારે અમદાવાદમાં દર્પણ એકેડેમી પાસેથી નીકળતા તેમની યાદ જરૂર તાજી થાય છે કે જો તેઓ હયાત હોત તો આપણને મળવાનો મોકો મળી જાત .

    જવાબ આપો
  • 3. Laxman T Vavesa  |  ડિસેમ્બર 28, 2010 પર 6:43 એ એમ (am)

    good website

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

  • 215,510 વાંચકો

દિવસવાર ટપાલ

ઓગસ્ટ 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જુલાઈ   સપ્ટેમ્બર »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  

મહિનાવાર ટપાલ


%d bloggers like this: