સેવ ખમણી

August 13, 2010 at 9:35 pm Leave a comment

 

સામગ્રી

૧  કપ  ચણાની દાળ
ચપટી સોડા બાયકાર્બ (ખાવાનો સોડા)
૩ ટેબલ સ્પૂન તેલ
૧ ટેબલ સ્પૂન આદુ મરચાની પેસ્ટ
૨ નંગ લીંબુ
૨  નંગ ઝીણા સમારેલા લીલા મરચા
૪ ટેબલ સ્પૂન ખાંડ
૨૦૦ ગ્રામ ઝીણી સેવ
૧ કપ દાડમના દાણા
૧   કપ લીલા નાળિયેરનું છીણ.
હીંગ, લીમડો, મીઠું સ્વાદ પ્રમાણે
 

રીત

ચણાની દાળને ૪ થી ૫ કલાક પલાળી રાખો.

સારી રીતે પલળી જાય પછી તેને મિક્સરમાં વાટી લો.

 થોડું પાણી ઉમેરી તેને પાતળું કરો.

 હવે તેમાં આદુ-મરચાની પેસ્ટ, સોડા અને મીઠું ઉમેરી ઢોકળાની જેમ વરાળથી બાફી લો.

ઢોકળા જેવું બફાઈ ત્યારબાદ મોટા કાણા વાળી ખમણીથી તેને છીણી લો.

એક વાસણમાં વઘાર માટે તેલ મૂકી તેમાં લીલા મરચાંના ટૂકડા, હીંગ, મીઠો લીમડો નાખીને તેમાં પાણી વઘારો.

પછી તેમાં લીંબુનો રસ, ખાંડ અને મીઠું ઉમેરી સહેજ ઉકળવા દો.

ત્યારબાદ બાફીને છીણેલું મિશ્રણ તેમાં ઉમેરી હલાવો. બધો મસાલો બરાબર મિક્સ થઈ જાય એટલે તેને ગેસ પરથી ઉતારી લો.

હવે એક સર્વિંગ બાઉલમાં કાઢી તેની ઉપર ઝીણીસેવ, કોથમીર, કોપરાનું છીણ, દાડમના દાણા વગેરેથી સજાવીને ગરમ ગરમ પીરસો.

બાળકોને આ નાસ્તો ખૂબ જ ભાવે છે અને પૌષ્ટિક પણ છે.

Entry filed under: બાળકોનો લન્ચબોક્સ. Tags: , .

શ્રધ્ધાંજલિ ટ્રોપીકલ ફોરેસ્ટ રોડ શો

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

  • 202,251 વાંચકો

દિવસવાર ટપાલ

August 2010
M T W T F S S
« Jul   Sep »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  

માતૃ વેબ સાઇટ


%d bloggers like this: