બહેરો દેડકો

સપ્ટેમ્બર 10, 2010 at 11:03 એ એમ (am) 9 comments

 

એક વાર પાંચ દેડકાંઓએ નક્કી કર્યું કે આપણે પાંચેય વચ્ચે હરીફાઇ કરીએ. સામે જે ઊંચો પર્વત દેખાય છે, તેના ઉપર દોડીને જે સૌથી પહેલો ચડી જાય તે વિજેતા. બીજા દિવસે સવારે હરીફાઇ શરૂ કરવાનું નક્કી થયું. જંગલનાં બીજા બધા પ્રાણીઓ પણ બીજા દિવસે સવારે હરીફાઈ જોવા માટે કુતૂહલવશ હાજર થઇ ગયા. સસલાએ સીટી મારી અને દોડ થઇ ગઇ શરૂ.

પાંચેય દેડકાં કૂદકા મારતાં આગળ વધવા લાગ્યા. શિયાળ, હાથી, સિંહ અને બીજા બધાં પ્રાણીઓને આ તમાશો જોઇને હસવું આવી રહ્યું હતું.

અન્ય પ્રાણીઓનું ટોળું એમની પાછળ અને આસપાસ દોડી રહ્યું હતું. સૌ દેડકાંને કહી રહ્યાં હતાં કે ‘તમે તો દેડકાંઓ છો, તમે આટલા ઊંચા પર્વત ઉપર કેવી રીતે ચડી શકશો?’ છતાં દેડકાંઓ દોડતાં રહ્યા.

ફરી પાછું કોઇ બોલ્યું, ‘રહેવા દો આ દોડવાનું… મરી જશો…’ એક દેડકો થાકીને અટકી ગયો. ફરીથી કોઇનો અવાજ આવ્યો, ‘હાં, હવે બરાબર- જો આ એક દેડકો સમજી ગયો એટલે બિચારો બચી ગયો. તમે પણ અટકી જાઓ… આટલો ઊંચો પર્વત ન ચડી શકાય.’

થોડી વારમાં બીજા બે દેડકાં અટકી ગયા. ફરી પાછા અવાજ આવવા લાગ્યા, ‘અલ્યા પાગલ થઇ ગયા છો કે શું? હવે તો અટકો, નહીંતર શ્ચાસ ચડશે તો પેટ ફાટી જશે.’ મહામહેનતે પર્વત ચડી રહેલા બેમાંથી એક દેડકો હાંફીને ત્યાં જ મરી ગયો.

છેલ્લો દેડકો હજુ પર્વત ચડી રહ્યો હતો. પ્રાણીઓએ કહ્યું, ‘હજુ સમજી જા, પાછો વળી જા.’ દેડકો ચડતો રહ્યો. કોઇએ કહ્યું ‘ટોચ ઉપર ન પહોંચી શકાય, તારા દોસ્તની જેમ તું પણ મરી જઇશ, અટકી જા.’ છતાં દેડકો પર્વતની ટોચ તરફ આગળ વધતો રહ્યો.

પ્રાણીઓએ કહ્યું ‘તમારી સાત પેઢીમાં કોઇ આટલું ઊંચે નથી પહોંચી શક્યું…’ દેડકો છતાંયે ચડતો રહ્યો. પ્રાણીઓએ મજાક શરૂ કરી, ‘હમણાં મરી જશે!’ ‘હમણાં નીચે પડશે!’ પણ દેડકો ચડતો રહ્યો અને આખરે પર્વતની ટોચ ઉપર પહોંચી ગયો.

 બધા પ્રાણીઓ ચૂપ થઇ ગયા. જંગલમાં હાહાકાર થઇ ગયો. એક નાનકડો દેડકો પર્વતની ટોચ ઉપર પહોંચી ગયો!

સૌએ દેડકાનું મેડિકલ ચેક અપ કરાવ્યું ત્યારે ખ્યાલ આવ્યો કે દેડકો તો બહેરો છે! આ વાર્તા પરથી કાને અથડાતા શબ્દોની શક્તિનો ખ્યાલ આવે છે. દેડકાને ખબર જ નહતી કે મને કોઇ રોકી રહ્યું છે. એને નાસીપાસ કરે એવા શબ્દો એને સંભળાયા જ નહોતા. માટે એના ઉપર વિચાર કરવાનો સવાલ ન હતો. એટલે જ એનો ડર ન હતો અને એટલા માટે જ ટોચે પહોંચી શકાયું. દેડકાનું નેગેટિવ પ્રોગ્રામિંગ કરવાના જાણ્યે અજાણ્યે થયેલા તમામ પ્રયાસો નિષ્ફળ નીવડ્યા, કારણ કે દેડકો બહેરો હતો.

શક્ય છે કે તમને પણ લોકોના અવાજો સંભળાય, કે ‘હમણાં મંદી છે, સાહસ ન કર,’ ‘તારાથી બિઝનેસ ન થઇ શકે,’ ‘છોડ, એ તારું કામ નથી- તને નહીં ફાવે’,

‘આપણી સાત પેઢીમાં કોઇએ આવું રસ્કિ નથી લીધું’ વગેરે.

તો શું કરશો એ વખતે?

આપણે તો બહેરા નથી! અને સંભળાય છે માટે અસર પણ કરે છે.. તો શું કરવું? એનો ઉપાય છે,

‘અવેરનેસ’ એટલે કે જાગ્રતતા. ‘હું શું સાંભળી રહ્યો છું.’ એના પર સતત ધ્યાન રાખશો એટલે વણજોઇતા તમામ શબ્દોને પકડી શકશો. જેવા એ શબ્દો પકડાય એટલે મનમાં. એક રટણ ચાલુ કરો કે, ‘દેડકો તો બહેરો છે..’ તમને એ શબ્દો સંભળાતા હોવા છતાં તમને એ અસર કરી નહીં શકે… બસ, કાનમાં ‘અવેરનેસ’ નામ.

“Words are used to express feelings not to impress others”

Advertisements

Entry filed under: પ્રાણીકથાઓ. Tags: .

કાગળ કાપણી ચાલો વાર્તા બનાવીએ…

9 ટિપ્પણીઓ Add your own

 • 1. sarita  |  સપ્ટેમ્બર 17, 2010 પર 8:04 પી એમ(pm)

  Khub j saras… My little one loves these stories.

  જવાબ આપો
 • 2. Divyesh Thakkar  |  નવેમ્બર 2, 2010 પર 7:34 એ એમ (am)

  Nice really really nice…

  જવાબ આપો
 • 3. vipul  |  ડિસેમ્બર 21, 2010 પર 6:49 એ એમ (am)

  Its really nice story…keep it like that good work !

  જવાબ આપો
 • 4. વિનય ખત્રી  |  ફેબ્રુવારી 10, 2011 પર 8:07 એ એમ (am)

  આ લેખ દિવ્ય ભાસ્કરમાં પ્રસિદ્ધ થયો હતો!

  જવાબ આપો
 • 5. JIGNA SHETH  |  ફેબ્રુવારી 24, 2011 પર 6:27 પી એમ(pm)

  story is superb,keep it up,itsgood for all

  જવાબ આપો
 • 6. Dharmani Bhavesh C.  |  માર્ચ 1, 2011 પર 9:24 એ એમ (am)

  Extremely nice story!
  When I read that a frog died, I thought this is a bad turning, as far a kid is concerned. But the “miracle-ing” end, made it worthier.
  I really appreciate the successful effort to add to the vacuum of new moral stories with the modern context (specifically, Indian).

  જવાબ આપો
 • 7. Manish Mehta  |  માર્ચ 23, 2011 પર 2:51 એ એમ (am)

  Story is byutiful

  જવાબ આપો
 • 8. Shailesh Bhabhor  |  એપ્રિલ 20, 2011 પર 2:22 પી એમ(pm)

  Its a very nice story i like it.

  જવાબ આપો
 • 9. Pravin B.Solanki  |  મે 19, 2015 પર 1:27 પી એમ(pm)

  very very useful imformation

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

 • 227,682 વાંચકો

દિવસવાર ટપાલ

સપ્ટેમ્બર 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ઓગસ્ટ   માર્ચ »
 12345
6789101112
13141516171819
20212223242526
27282930  

મહિનાવાર ટપાલ


%d bloggers like this: