Archive for માર્ચ, 2011
શાકભાજીનું નૃત્ય
વિહારને ચોકલેટ ખૂબ ભાવતી,તેને આઇસક્રીમ, જેલી, મટનકરી, કેક વિગેરે પણ
ખૂબ ભાવતા.શાકભાજી જોઇને તેનું મોં બગડી જતું.મમ્મી તેને ખૂબ પ્રેમથી
સમજાવતી,” બેટા, શાકભાજી તો ખાવા જ જોઇએ. તેમાંથી આપણને ઘણા બધા
વીટામીન્સ અને ખનીજ ક્ષારો મળતા હોય છે.આપણું શરીર બરાબર ચાલે અને માંદા ન પડીએ તે માટે શાકભાજી અને સૂપ ખોરાકમાં લેવા જ જોઇએ.
વિહારના પપ્પા પણ નોકરી પરથી આવતા ત્યારે જાતજાતના સીઝન મુજબના ફળો
લાવતા. વિહારને ફળો પણ ન ભાવતા.
મમ્મી પાપા કહી કહીને, સમજાવીને થાકી જતા પણ વિહાર જરા પણ માનતો જ
નહીં.આને કારણે તે મહિનામાં બે-ત્રણવાર બિમાર પડતો….ડોક્ટરનું દવાખાનું
તેને દર મહિને આવકારતું. કડવી દવાઓ અને ક્યારેક ઇંજેક્શન પણ લેવા પડતા.
ડોક્ટર પણ સમજાવતા કે લીલા શાકભાજી, ફળો, સૂપ ખોરાકમાં લેવા જ જોઇએ પણ
ડોક્ટરની હાજ્રીમાં તે “હા-હા હું જરૂર લઈશ” તેમ કહેતો પણ ઘેર આવીને પાછો
પોતાના મૂળ સ્વાભાવ પર આવી જતો.
તે એટલો તો જીદ્દી હતો કે મમ્મી ગાજરનો હલવો, દૂધીનો હલવો બનાવે તો તે પણ
ન ખાતો. સૂકો મેવો પણ તેને ન ભાવતો…..
ડાઈનીંગ ટેબલ પર શાકભાજી ઠલવાતા ત્યારે બટાકા, કોબીજ, રીંગણ, ફ્લાવર,
ટમેટા, દૂધી, ગલકા,ભીંડા, કારેલા જોઇને ખૂબ ખીજાતો….
આ જોઇને બધા શાકભાજીએ નક્કી કર્યું કે વિહાર આપણને જો ના ચાહતો હોય તો
આપણે પણ તેનો વિચાર કરવાની જરા ય જરૂર નથી.હવે આપણે પણ વિહારને ચમત્કાર
બતાવવો જોઇએ.
એક દિવસ મમ્મીએ મટનકરી બનાવી. વિહારના મોઢામાં પાણી આવી ગયું. તે્ણે
ટેસથી મટનનો કટકો ઉપાડીને મોંમાં મૂક્યો અને મોં બગાડી
બોલ્યો,”થૂ…થૂ…થૂ…મમ્મી, આ કેવી રસોઇ બનાવી છે???મટન કડવું લાગે
છે.”લાગે જ ને!!!કારેલાભાઇએ પોતાનો કડવો રસ વિહારના મટન પર મઝાથી ઠાલવ્યો
હતો……બધા શાકભાજીએ મમ્મી-પપ્પાને પહેલેથી જ જણાવી દીધું હતું એટલે
પપ્પા પણ સામે જ બેઠા બેઠા જમતા હતા.તે બોલ્યા, “ના ભાઇ ના, જરા ય કડવું
નથી.” વિહારેને થયું, “લાવ ને, થોડો આઇસ્ક્રીમ ખાઉં. તેણે ચમચો ભરીને
આઇસ્ક્રીમ મોઢામાં મૂક્યો, અને બિલૉ ઉઠ્યો,“અરરર….આ આઇસ્ક્રીમ તો ખારો
છે.હોય જ ને!!!!ભીડીબહેને ખસ્સુંબેસ મીઠું આઇસ્ક્રીમાં ભેળવી દીધું
હતું….”મમ્મી બોલી ,”બેટા, આજે ઘેર જ કોઠીમાં આઇસ્ક્રીમ બનાવ્યો છે. કદાચ
મીઠું અંદર પડી ગયું હશે…”વિહાર ઉભો થયો અને વિચાર્યું ,”લાવ થોડી જેલી
ખાઇ લઉં,” પણ આ શું????તેમાં ય લીંબાભાઇ અને ટમેટાભાઇએ પોતાનું પરાક્રમ
કર્યું જ હતું…”વિહાર ગુસ્સે થઇને બોલ્યો, મમ્મી, તને આજે શું થઇ ગયું
છે???જેલી તો સખત ખાટી છે.મારા દાંત અંબાઇ ગયા..” તેણે કશું જ ખાધા વગર
માત્ર ચોકલેટ ખાઇને દિવસ પસાર કરવાનું નક્કી કરી લીધું.તેણે ડબામાંથી
ચોકલેટનો મોટો કટકો ઉપાડ્યો અને મોઢામાં મૂક્યો. “અરે બાપ રે…..તે કૂદવા
લાગ્યો…”એમ જ થાયને!!!!! ત્યાં મરચાભાઇ પ્રેમથી ઠલવાયા હતા. વિહારનું મોં
સળગી ગયું….હવે શું કરવું?????
તેણે ફ્રીજ ખોલ્યું. કાચના મોટા બાઉલમાં ગાજરનો હલવો ભરેલો હતો. તેણે
ચમચો ભરીને હલવો મોંમાં મૂક્યો. ” વાહ ભાઇ વાહ, ગાજરનો હલવો કેટલો સરસ
હતો!!!!તેને થયું પોતે સાવ મૂરખ જ હતો કે આટલી સારી ખાવાની વસ્તુ ન હતો
ખાતો.તેને તો મઝા પડી ગઇ. રાત્રે તે બધો જ હલવો ચપાટી ગયો. સવારે મામ્મીએ
ચા બનાવવા માટે દૂધ લેવા ફ્રીઝ ખોલ્યું તો કાચનું બાઉલ ખાલી હતું…તે
બોલી,’આમાંથી ગાજરનો હલવો કોણે ખાધો??” વિહાર બોલ્યો, “મમ્મી બધો જ હલવો
હું ખાઇ ગયો. ખૂબ જ સરસ બન્યો હતો.મમ્મી, સોરી….તું મને વારંવાર આવો
હલવો ચાખવા કહેતી પણ હું માનતો જ ન હતો…”
મમ્મીએ પ્રેમથી કહ્યું,’બેટા, આવી જ રીતે બધા જ શાકભાજી, ફ્ળૉ, સૂપ,
સૂકામેવાનો સ્વાદ સરસ જ હોય છે અને સાથેસાથે તેના ગુણૉ પણ ઉત્તમ હોય
છે.કોઇ પણ ખાવાનું ચાખ્યા પહેલાં જ ના …ના…ન કરીએ. “વિહાર સમ્જી ગયો. તે
દિવસથી વિહાર બધા જ શાકભાજં, ફ્ળો, સૂકામેવા, સૂપ ખાતો થઇ ગયો…..
અને બધા શાકભાજી ખૂશ થાઇને નાચવા લાગ્યા…..
તે દિવસ પછી વિહારને ડોક્ટરના દવાખાને જવાની જરૂર પડી નથી
વાંચકોનો ઉમળકો