Archive for એપ્રિલ, 2011

નિષ્પાપ

એક ઘરના બગીચામાં બે નાનાં બાળકો રમી રહ્યા હતા. એકનું નામ હતું સૌમ્ય અને બીજાનું નામ હતું નૈયા. બંને રમવામાં મશ્ગૂલ હતા.થોડા સ્મય બાદ સૌમ્યએ પોતાના પેન્ટના ખિસ્સામાંથી કેટલાક લંબગોળાકાર, ચમકતા સ્ફટીકો કાઢ્યા અને રમવા લાગ્યો. તેણે તે સ્ફટિકો નૈયાને પણ બતાવ્યા.નૈયા તે જોઇને ખૂબ ખુશ થઇ.તેને થયું, “મારી પાસે આવા સ્ફટિકો હોય તો કેવું સારું???”
 વળી થોડો સમય પસાર થયો. હવે નૈયાને ભૂખ લાગી. તેણે પોતાની પાસે રાખેલા પર્સમાંથી કેક અને બીસ્કીટ કાઢ્યા અને ખાવા લાગી. સૌમ્યને પણ ભૂખ લાગી હતી. તેણે નૈયાને કહ્યું,”મને આ બધી કેક અને બીસ્કીટ આપે તો હું તને મારી પાસે છે તે બધા જ સ્ફટિકો આપી દઉં. બોલ, મંજૂર છે????”
નૈયાએ એક ક્ષણ વિચાર કર્યો અને પછી બોલી,”હા, લે આ બધી જ કેક અને બધા જ બીસ્કીટ” તેણે બધું જ સૌમ્યને આપી દીધું. હવે સૌમ્યએ સ્ફટિક આપવાનો વારો આવ્યો. તેણે એક મોટા સરસ,આકર્ષક સ્ફટિકને પોતાના પગ નીચે સંતાડી દીધો અને બાકીના સ્ફટિક નૈયાને આપી દીધા. નૈયા તો રમવામાં મશગૂલ હતી એટલે તેનું ધ્યાન પણ ન ગયું કે સૌમ્યએ એક સ્ફટિક સંતાડી દીધો છે.
બંને ખૂબ રમીને ઘેર ગયા. તે રાત્રે નૈયા તો ઘસઘસાટ ઉંઘી ગઇ પણ સૌમ્યને આખી રાત ઉંઘ ન આવી.તેને સતત વિચારો આવ્યા કર્યા કે પોતે નૈયાને છેતરી છે.પોતે એક સ્ફટિક સંતાડ્યો છે તેની નૈયાને ખબર જ નથી પણ નૈયા જ્યારે પણ પોતાની પાસે તે સ્ફટિક  જોશે તો તેની દોસ્તી તૂટી જશે.
વાત તો સાવ નાની છે. પણ ઘણું બધું સમજાવી જાય છે.જે વ્યક્તિનું દિલ સાફ છે તેને ક્યારેય અજંપો હોતો નથી કેમકે તેણે કોઇને છેતર્યા નથી. અને જે વ્યક્તિ બીજાને છેતરે છે તે પોતે સુખી થઇ શકતો નથી.

એપ્રિલ 5, 2011 at 9:53 પી એમ(pm) Leave a comment

બાળકોનું કુતૂહલ

હમણાં બે મહિના જેટલા સમય માટે મારા બંને પૌત્રો-કૃતાર્થ અને ધ્રુવ સાથે રહેવાનું થયુ.ઘર ખૂબ જ સરસ પરંતુ ત્યાં કબૂતરોનો મોટો વસવાટ.ગેલેરીમાં, બાલ્કનીમાં અને જો બારી બરણા ખુલા રહી ગયા હોય તો ઘરમાં પણ તે ઘૂસી જાય અને માળો બાંધવાનું ચાલુ કરી દે અને થોડાક જ સમયમાં ઇંડા મૂકાઇ જાય….પછી તો આપણે કરી પણ શું શકીએ?????તેમાંથી બચ્ચાં બહાર આવે ત્યાં સુધી રાહ જ જોવી પડે ને???? ઘરમાં બધા જ ખૂબ ધ્યાન રાખાતા કે તે માળો ન બાંધી દે. પણ જે થવાનું હોય તે તો થાય જ ને???? ડ્રોઇંગરૂમની બાલ્કનીમાં કબૂતરોએ માળો બાંધી દીધો અને ઇંડા પણ મૂકી દીધા.બંને બાળકો ઉઠતાંની સાથે પહેલાં જ જોવા જાય કે માળાની શું પરીસ્થિતિ છે???? એક દિવસ વહેલી સવારે કૄતાર્થે શુભ સમાચાર આપ્યા…”મમ્મા, કબૂતરે બે ઇંડા મૂક્યા છે” અને તેનો આ અવાજ સાંભળીને ધ્રુવ છલાંગ મારીને દોડતો આવી ગયો.બંને બાળકો ખૂબ ખુશ હતા. દિવસમાં કેટલીય વાર જોવા જતા અને “તાજા ખબર” બધાને આપતા જેમકે…..”કબૂતરની મમ્મી ઇંડા પર બેઠી છે….આ બીજું કબૂતર થોડે દૂર રીલીંગ પર બેઠું છે…તે ઈંડાના પપ્પા જ છે.હવે ઇંડાની મમ્મી ઉડી ગઇ છે પણ તના પપ્પા ધ્યાન રાખે છે…” એક દિવસ તેમણે મને પૂછ્યું,”દાદી, કબૂતરની મમ્મા કેમ ઇંડા પર બેસે???” મેં કહ્યું,”દીકરા, ઇંડાને શરીરની ગરમી આપવી પડે તો જ તેમાંથી બચ્ચા બહાર નીકળે.આને ઇંડાનું સેવવું કહેવાય” તે ફળદ્રુપ ભેજાએ પૂછ્યું,” હું બેસું તો ઇંડા સેવાય ને????…તો હું બેસું????મેં કહ્યું, “બેટા આપણાથી ન સેવાય તે તો કબૂતરની મમ્મા જ કરી શકે.ઇંડાને  બરાબરા ગરમી મળવી જોઇએ.” ધ્રુવ બોલ્યો,” પણ હું મારા ઠાઠા તપાવી દઉં અને પછી બેસું તો ઇંડા સેવાય જ ને???” મેં કહ્યું,”ના બેટા, તે કામ કબૂતરની મમ્મા જ કરી શકે. આપણા શરીરની ગરમી ન ચાલે અને આપણે એટલી હળવાશથી બેસી પણ ન શકીએ. આપણે બેસીએ તો ઇંડા ફૂટી જાય. વળી આપણા શરીર પર પીંછા પણ ક્યાં હોય છે????” તેમને સમજાવવાના મારા પ્રયત્નો કંઈક તેમને ગળે ઉતર્યા હશે તેમ લાગ્યું.એટલે તેને સેવવા બેસવાની વાત તો પડતી મૂકાઇ. પણ હજી તેમના કૂતુહલનું સમાધાન તો નહીં જ થયું હોય. એટલે બે-ચાર દિવસ પછી ફરી પૂછ્યું,”દાદી,તો પછી મમ્મા જ કેમ ઈડા સેવે???પપ્પા કેમ ના સેવે??? તે તો પંખી જ છે ને???” મેં કહ્યું,”દીકરા, પંખી ખરા પણ ઇંડાને સેવતા તો મમ્માને જ આવડે. મારે સમજાવવું પડ્યું કે આપણા ઘરમાં પણ કેટલાક કામ મમ્મા કે દાદી જ કરે અને કેટલાક કામ પપ્પા કે દાદા જ કરે છે ને???” અને વાત ત્યાં પતી…..
બાળકોનાં મનમાં આવા નાના નાના પ્રસંગો કેટલા પ્રશ્નો ઉભા કરતા હોય છે???? કેટલીક વખત તો આપણે પણ તેમને સંતોષકારક જવાબ આપવા પુસ્તકો ઉથલાવવા પડે તેવી સ્થિતિ ઉભી થાય છે…જો આપણે તેમ કરી શકીએ તો આ બાળમાનસ જે દરેક ક્ષણે,સતત નવું મેળવાવા ઉત્કટ છે તેમાંથી કોઇ વૈજ્ઞાનિક,ફિલોસોફર, સાહિત્યકાર, કલાકાર, નેચરાલીસ્ટ, જન્મી શકે…., .

એપ્રિલ 3, 2011 at 4:58 પી એમ(pm) 1 comment


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

  • 263,669 વાંચકો

દિવસવાર ટપાલ

એપ્રિલ 2011
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123
45678910
11121314151617
18192021222324
252627282930  

મહિનાવાર ટપાલ