Archive for મે, 2011
શિયાળે શીતળ વા વાય
પાકે ગોળ કપાસ કઠોળ, તેલ ધરે ચાવે તંબોળ.
ધરે શરીરે ડગલી શાલ, ફાટે ગરીબ તણા પગ ગાલ;
ઘટે દિવસ ઘણી મોટી રાત, તનમાં જોર મળે ભલી ભાત.
ઉનાળે ઊંડા જળ જાય, નદી સરોવર જળ સુકાય;
પામે વનસ્પતિ સૌ પાન, કેસૂડાં રૂડાં ગુણવાન.
સારા હોજ ફુવારા બાગ, પ્યારા ચંદન પંખા લાગ;
બોલે કોયલ મીઠાબોલ, તાપ પડે તે તો વણ તોલ.
ચોમાસું તો ખાસું ખૂબ, દીસે દુનિયા ડૂબાડૂબ;
લોક ઉચ્ચારે રાગ મલાર, – ખેતર વાવે ખેતીકાર.
ચંપા ચમેલી જૂઈ જાય, ફૂલ ગુલાબ ભલા ફુલાય;
છત્રી ચોમાસે સુખ માટ, ચાખડીઓ હીંડોળાખાટ.
-દલપતરામ
હાલનું ભારતીય ચલણી નાણૂં
બાલમિત્રો,
આપણા ભારતદેશમાં ચાલતા ચલણી નાણાનો પરિચય મેળવીએ…
(૧)સિક્કાઓ
બે રૂપિયા,
પાંચ રૂપિયા
, દસ રૂપિયા,
આ સઘળાં ફૂલોને કહી દો
આ સઘળાં ફૂલોને કહી દો યુનિફોર્મમાં આવે,
પતંગિયાઓને પણ કહી દો સાથે દફતર લાવે.
મન ફાવે ત્યાં માછલીઓને આમ નહીં તરવાનું,
સ્વીમિંગપુલના સઘળા નિયમોનું પાલન કરવાનું.
દરેક કૂંપળને કોમ્પ્યુટર ફરજિયાત શીખવાનું,
લખી જણાવો વાલીઓને તુર્તજ ફી ભરવાનું.
આ ઝરણાંઓને સમજાવો સીઘી લીટી દોરે,
કોયલને પણ કહી દેવું ના ટહુકે ભરબપ્પોરે.
અમથું કૈં આ વાદળીઓને એડમિશન દેવાનું?
ડોનેશનમાં આખ્ખેઆખ્ખું ચોમાસું લેવાનું.
એક નહીં પણ મારી ચાલે છે અઠ્ઠાવન સ્કૂલો,
‘આઉટડેટ’ થયેલો વડલો મારી કાઢે ભૂલો !
— – કૃષ્ણ દવે
ચરર ચરર મારું ચકડોળ ચાલે
ચરર ચરર મારું ચકડોળ ચાલે,
ચાકડૂચું ચીંચીં ચાકડૂચું ચીંચીં તાલે,
આજે રોકડા ને ઉધાર કાલે. ….ચરર ચરર
ઓ લાલ ફેંટાવાળા ! ઓ સોમાભાઇના સાળા !
ઓ કરસનકાકા કાળા ! ઓ ભૂરી બંડીવાળા !
મારું ચકડોળ કાલે, ચાકડૂચું ચીંચીં, ચાકડૂચું ચીંચીં…… ચરર ચરર
અધ્ધર પધ્ધર, હવામાં સધ્ધર, એનો હીંચકો હાલે,
નાનાં મોટાં, સારાં ખોટાં, બેસી અંદર મ્હાલે;
અરે બે પૈસામાં બબલો જોને આસમાનમાં ભાળે.
ચાકડૂચું ચીંચીં તાલે….. ચરર ચરર
ચકડોળ ચઢે, ઊંચે નીચે, જીવતર એવું ચડતું પડતું,
ઘડીમાં ઉપર… ઘડીમાં નીચે… ભાગ્ય એવું સૌનું ફરતું;
દુ:ખ ભૂલીને સુખથી ઝૂલો નસીબની ઘટમાળે,
ચાકડૂચું ચીંચીં, ચાકડૂચું ચીંચીં ચાલે,
આજે રોકડા ને ઉધાર કાલે …..ચરર ચરર
—– અવિનાશ વ્યાસ
ટેડપોલ બોલ રમત
ટેડપોલ બોલ રમત
આ ર્રમતમાં એક વર્તુળ દોરો અને તેને એક બાજુથી કાપી ત્યાં લાંબી બે લીટીઓ દોરો. આમ તેનો દેખાવ ટેડપોલ જેવો થાય છે અને બે ,ખૂબ નરમ ફૂટબોલ કે અન્ય મોટા બોલનો ઉપયોગ કરો જેથી નાના બાળકોને વાગે નહીં.
જેટલા બાળકો હોય તેને બે ટીમમાં ગોઠવી દો જે ને આપણે A ટીમ અને B ટીમ એમ નામ આપીશું.
હવે A ટીમનાં બાળકો વર્તુળની અંદર છૂટાછવાયા ગોઠવાશે.તેઓ એક બોલનો ઉપયોગ કરશે અને B ટીમ બહાર, બે લીટીની વચ્ચે ગોઠવાશે અને તે બીજા બોલનો ઉપયોગ કરશે. A ટીમનાં બાળકો બોલ એકબીજા તરફ નાંખશે અને કેચ કરશે. જેનાથી કેચ છૂટી જાય તે આઉટ ગણાશે. આ બાળકો કેટલા કેચ કરે છે તે નોંધો.
B ટીમનાં બાળકો એકપછી એક હાથમાં બોલ લઇને આખા વર્તુળ ફરતે દોડ લગાવશે.એક બાળક દોડ લગાવીને આવીને બોલ બીજા બાળક્ને આપશે. આમ બધાજ બાળકો વર્તુળને ફરતે દોડી રહે (રીલે રેસ)ત્યાં સુધીમાં એ ટીમનાં બાળકો કેટલા કેચ કરે છે તે નોંધો.
પછી બી ટીમ અંદર જશે અને એ ટીમ બહાર આવશે.
આખી જ રમતનું પુનરાવર્તન થશે.
જે ટીમ સૌથી વધુ કેચ કરી શકે તે વિજેતા ટીમ જાહેર થશે…
ખાંડવી
૧ વાટકી ચણાનો લોટ(વેસણ)
૪ વાટકી છાશ (જો છાશ બહુ ખાટી હોય તો પાણી મિક્સ કરો.
ગેસ પર ખાંડવી બનાવવી હોય તો ૪ વાટકી અને ઓવનમાં બનાવવી હોય તો ૩ વાટકી છાશ લેવી.
૧/૨ ટીસ્પૂન આદુ મરચાની પેસ્ટ
મીઠું સ્વાદ અનુસાર
૧ ચમચો તલ
૧ ચમચી રાઈ
૧ ચમચો ઝીણા સમારેલા લીલા મરચાં
૨ ચમચા તેલ વઘાર માટે
ચપટી હિંગ
રીત :-
1-એક મોટા વાસણમાં છાશ અને પાણી ભેગા કરીને તેમાં ચણાનો લોટ સારી રીતે મિક્સ કરો.
2-તેમાં મીઠું ઉમેરી તેને ગેસ પર મૂકીને ૨ મિનિટ સુધી હલાવતા રહો.
3-થોડું ઘટ્ટ થાય ત્યારે તેમાં આદુ મરચાની પેસ્ટ ભેળવો ફરીથી ૪ થી ૫ મિનિટ સતત હલાવતા રહો
4-જ્યારે આ મિશ્રણ પાથરી શકાય તેવું ઘટ્ટ થાય એટલે ગેસ પરથી ઉતારી મોટી પ્લેટ પર પાતળા થરમાં પાથરી લો.
5-અથવા રસોડાના પથ્થરના પ્લેટફોર્મ પર આ મિશ્રણ જામવા લાગે તે પહેલા ઝડપથી અને સરળતાથી પાથરી દો.
6-થોડી વાર પછી તેને ઊભા કાપા પાડી દરેક પટ્ટીનો ગોળ રોલ વાળી લો.
7-આ બધા રોલને કોઈ બાઉલ કે પ્લેટમાં ઊભા ગોઠવી દો.
8-હવે એક વાસણમાં વઘાર માટે તેલ લઈ તે ગરમ થાય એટલે રાઈ, હિંગ, ઝીણા સમારેલા લીલા મરચાં અને તલનો વઘાર કરો.
9-આ ગરમ ગરમ તેલ બધા જ રોલ ઉપર સરખા ભાગે ફેલાવી દો.
10- ઉપરથી બારીક સમારેલી કોથમીર પણ છાંટો.
ખાંડવી ગરમ કે ઠંડી બન્ને રીતે સ્વાદિષ્ટ લાગે છે.
ઓવનમાં પણ ખાંડવી સારી બને છે.
1-ઉપર પ્રમાણેની બધી જ સામગ્રી ભેગી કરીને ઓવનમાં માઈક્રો હાઈ પર ૩ મિનિટ માટે કાચના બાઉલમાં ઢાંકીને મૂકો, ઓવનમાં કોઈ પણ વાનગી રાંધતી વખતે તેને હમેશા ઢાંકીને મૂકો. ઢાંકણને હમેશા થોડું ખુલ્લું રહે તેમ રાખો
2-ત્રણ મિનિટ પછી બહાર કાઢીને હલાવી લો. ફરીથી તેને ઓવનમાં ૨ મિનિટ માટે મૂકો. અને પછી તેને બહાર કાઢીને ઉપર જણાવ્યા પ્રમાણે જ તૈયાર કરી શકાય છે.
વાંચકોનો ઉમળકો