ખાંડવી

મે 24, 2011 at 10:17 એ એમ (am) Leave a comment

૧ વાટકી ચણાનો લોટ(વેસણ)
૪ વાટકી છાશ (જો છાશ બહુ ખાટી હોય તો પાણી મિક્સ કરો.
ગેસ પર ખાંડવી બનાવવી હોય તો  ૪ વાટકી અને ઓવનમાં બનાવવી હોય તો  ૩ વાટકી છાશ લેવી.
૧/૨ ટીસ્પૂન આદુ મરચાની પેસ્ટ
મીઠું સ્વાદ અનુસાર
૧ ચમચો તલ
૧ ચમચી રાઈ
૧ ચમચો ઝીણા સમારેલા લીલા મરચાં
૨ ચમચા તેલ વઘાર માટે
ચપટી હિંગ
રીત :-

1-એક મોટા વાસણમાં છાશ અને પાણી ભેગા કરીને તેમાં ચણાનો લોટ  સારી રીતે મિક્સ કરો.

2-તેમાં મીઠું ઉમેરી તેને ગેસ પર મૂકીને ૨ મિનિટ સુધી હલાવતા રહો.

3-થોડું ઘટ્ટ થાય ત્યારે તેમાં આદુ મરચાની પેસ્ટ ભેળવો ફરીથી ૪ થી ૫ મિનિટ સતત હલાવતા રહો

4-જ્યારે આ મિશ્રણ પાથરી શકાય તેવું ઘટ્ટ થાય એટલે ગેસ પરથી ઉતારી મોટી પ્લેટ પર પાતળા થરમાં પાથરી લો.

5-અથવા રસોડાના પથ્થરના પ્લેટફોર્મ પર  આ મિશ્રણ જામવા લાગે તે પહેલા ઝડપથી અને સરળતાથી પાથરી દો.

6-થોડી વાર પછી તેને ઊભા કાપા પાડી દરેક પટ્ટીનો ગોળ રોલ વાળી લો.

7-આ બધા રોલને કોઈ બાઉલ કે પ્લેટમાં ઊભા ગોઠવી દો.

8-હવે એક વાસણમાં વઘાર માટે તેલ લઈ તે ગરમ થાય એટલે રાઈ, હિંગ, ઝીણા સમારેલા લીલા મરચાં અને તલનો વઘાર કરો.

9-આ ગરમ ગરમ તેલ બધા જ રોલ ઉપર સરખા ભાગે ફેલાવી દો.

10- ઉપરથી બારીક સમારેલી કોથમીર પણ છાંટો.

ખાંડવી ગરમ કે ઠંડી બન્ને રીતે સ્વાદિષ્ટ લાગે છે.

ઓવનમાં પણ ખાંડવી સારી બને છે.
1-ઉપર પ્રમાણેની બધી જ સામગ્રી ભેગી કરીને ઓવનમાં માઈક્રો હાઈ પર ૩ મિનિટ માટે કાચના બાઉલમાં ઢાંકીને મૂકો, ઓવનમાં કોઈ પણ વાનગી રાંધતી વખતે તેને હમેશા ઢાંકીને મૂકો. ઢાંકણને હમેશા થોડું ખુલ્લું રહે તેમ રાખો

2-ત્રણ મિનિટ પછી બહાર કાઢીને હલાવી લો. ફરીથી તેને ઓવનમાં ૨ મિનિટ માટે મૂકો. અને પછી તેને બહાર કાઢીને ઉપર જણાવ્યા પ્રમાણે જ તૈયાર કરી શકાય છે.

 

Advertisements

Entry filed under: બાળકોનો લન્ચબોક્સ.

નિષ્પાપ ટેડપોલ બોલ રમત

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

  • 224,480 વાંચકો

દિવસવાર ટપાલ

મે 2011
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« એપ્રિલ   જૂન »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  

મહિનાવાર ટપાલ


%d bloggers like this: