Archive for જૂન, 2011

એકાગ્રતા વધારવાની ઉત્તમ રમત

,,,નાના બાળકો સાથે મારે થોડો સમય પસાર કરવાનો હતો. બાળકો એટલે નરી ચંચળતા….
બાળકો જરા પણ અવાજ કે ધમાલ ન કરે અને છતાં પણ તેમને સારી રીતે સાચવી શકાય તે માટે એક તરકીબ વિચારી….
ઉપર ચિત્રમાં બતાવ્યું છે તે મુજબ એક એક વર્તુળ, ચોરસ અને ત્રિકોણ દોરી આપ્યા ાને જણાવ્યું કે હવે તેની અંદર અંદર પેન્સીલથી લાઇન દોરતા જાઓ…..હાથ ઉપાડવાનો નહીં અને કેટલી લાઇન અંદર દોરી શકો છો તે જોઇએ….વળી જો કોઇ લાઇન પાસેની લાઇનને અડકી જાય તો આઉટ ગણાય…..ખૂબ જ મઝા આવી. અમને અને બાળકોને પણ ….સંપૂર્ણ શાંતિ અને ભરપૂર એકાગ્રતા….એક લાઇન બીજી નજીકની લાઇનને અડકી ન જાય તે માટે બાળકોએ પહેલાં તો દૂર દૂર લાઇન દોરી પછી ખ્યાલ આવ્યો કે આમ તો ખૂબ ઓછી લાઇન દોરાય છે..એટલે પછી શરૂ થઇ ખરાખરીની રમત….માત્ર બાળકો જ ન્હીં પણ મોટાઓ પણ આ રમતમાં જોડાયા.બધાના માટે આ એક ઉત્તમ રમત છે…..
ચાલો, તો શરૂ કરી દો આ રમત અને જુઓ તો ખરા તમે કેટલી લાઇન અંદર અંદર દોરી શકો છો????
હા,…. એ વાતની હું ખાતરી આપું છું કે જો આવી રમત વારંવાર રમવામાં આવે તો એકાગ્રતા જરૂર વધે જ…

અને જો જો હોં…
એકથી વધુ બાળકો આ રમત રમવા તૈયાર થાય ત્યારે દરેક બાળકને એક જ સરખી ત્રિજ્યાવાળું વર્તુળ દોરી આપજે. જો ચેરસ દોરો તો ચોરસની ચારે બાજુનું માપ એકસરખું રાખી દરેક બાળકને સમાન ચોરસ આપજો…ત્રિકોણની પણ દરેક બાજુની લંબાઇ સમાન હોય તે ધ્યાનમાં રાખજો….

જૂન 23, 2011 at 1:34 એ એમ (am) 4 comments

ભારતનો રાષ્ટ્રધ્વજ

Flag image courtesy of  http://www.flags.net

સ્થાન-એશિયા
માહિતી-યુનાઇટેડ નેશનનો સભ્ય દેશ
રાજધાની-નવી દિલ્હી (દિલ્હી)
મુખ્ય શહેરો-બેંગલોર, કલકત્તા, મુંબઇ(બોમ્બે),મદ્રાસ,
વસ્તી-૯૧૩,૭૪૭,૦૦૦
ક્ષેત્રફળ-૩,૨૮૭,૫૯૦ વર્ગ કીલોમીટર
ચલણી નાણું- ૧ ભારતીય રૂપિયો = ૧૦૦ પૈસા
બોલાતી ભાષા- હિન્દી, અંગ્રેજી, ગુજરાતી,પંજાબી,મરાઠી,કન્નડ,તેલુગુ,મલયાલન વિગેરે અનેક સ્થાનિક ભાષાઓ…
પળાતો ધર્મ-હિન્દુ, મુસ્લીમ, સીખ, ખ્રીસ્તી,વિગેરે અનેક ધર્મો.


ઈ.સ.૧૯૨૧ માં ગાંધીજીએ કોંગ્રેસનાં અધિવેશનમાં ઉપર દર્શાવેલ ધ્વજ પ્રદર્શિત કરવા માટે તૈયાર કરાવ્યો.જેમાં મધ્યમાં ચક્ર તરીકે ચર્રખાનું નિશાન મૂકવા જણાવ્યું.આ ધ્વજની ડીઝાઇન લાલા હંસરાજે તૈયાર કરી હતી. કોઇ કારણસર આ ધ્વજ સમયસર ગાંધીજી પાસે પહોંચી ન શક્યો અને ત્યારબાદ ઘણા ધર્મનાં લોકોએ ધ્વજ માટે અલગઅલગ સૂચનો કર્યા.
ગાંધીજીએ શ્રી વેંકૈયાને ધ્વજની ડીઝાઇન નવેસરથી રચવા જણાવ્યું અને તેના પરિપાકરૂપે ભારતના રાષ્ટ્ર ધ્વજનુ નિર્માણ થયું. જેમાં ઉપર કેસરી રંગ જે શૌર્ય અને સમર્પણ દર્શાવે છે. વચ્ચે સફેદ રંગ જે શાંતિ અને પવિત્રતાનું સૂચન કરે છે અને નીચે લીલો રંગ જે ફળદ્રુપતા, હરિયાળી અને સંતોષનું સૂચન કરે છે. સફેઅદ રંગના પટ્ટાની વચ્ચે દર્શાવેલ ચક્ર પહેલાં ચોવીસ દાંતા(આરા)વાળું હતું જે ચરખાનું પ્રતીક હતું —એટલે કે સ્વદેશી કાપડનું ઉત્પાદન- સ્વનિર્ભરતા…પણ પાછળથી તેનાં સ્થાને અશોકચક્રનું ચિહ્ન મૂકવામાં આવ્યું જે ચક્ર એટલેકે ગતિશીલતાનું સૂચન કરે છે.
૧૩ મી એપ્રીલ ૧૯૨૩ ના દિવસે જલિયાંવાલાબાગમાં બનેલી દુર્ઘટનાના વિરોધમાં નાગપુરમાં નીકળેલા કોંગ્રેસની મહારેલીમાં આ ધ્વજ ફરકાવવામાં આવ્યો.

આપણા આ રાષ્ટ્રધ્વજને હજારો સલામ…..યુગો સુધી તે આપણા દેશમાં લહેરાતો રહે અને વિશ્વનાં તમામ દેશો તેને માન-સન્માન આપે તેવી અભ્યર્થના…..

જૂન 2, 2011 at 11:26 એ એમ (am) Leave a comment


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

  • 263,669 વાંચકો

દિવસવાર ટપાલ

જૂન 2011
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12345
6789101112
13141516171819
20212223242526
27282930  

મહિનાવાર ટપાલ