કાજુ કતરી અને કાજુ,પીસ્તા,કેસર કતરી

સપ્ટેમ્બર 23, 2011 at 4:58 પી એમ(pm) 1 comment


સામગ્રી :-  
૫૦૦   ગ્રામ કાજુ
૨૦૦   ગ્રામ ખાંડ
પાણી
રીત :-
(૧)સૌપ્રથમ કાજુને મિક્સરમાં પીસીને ભૂકો કરી લો.
(૨)એકસરખો પાવડર કરી તેને એક બાઉલમાં ભરી લો
(૩)હવે એક પહોળી કઢાઈમાં ખાંડ નાખીને, તે ડૂબે તેટલું પાણી ઉમેરી, કઢાઇને ગેસ પર મૂકો.
(૪)એક તારી ચાસણી થાય એટલે કાજુનો ભૂકો ઉમેરી દઈને સારી રીતે મિક્સ કરી લો. અને ઝડપથી પહોળા થાળમાં અથવા ચોરસ કે લંબચોરસ ચોકીમાં નાખીને સહેજ દબાવીને પાથરી દો.
(૫)ઠંડું પડી જાય પછી તેના ડાયમંડ શેપમાં એકસરખા ટૂકડા પાડી લો. આમ તો કાજુકતરી હમેશા ડાયમંડ શેપમાં હોય છે પરંતુ ડબ્બામાં ભરતી વખતે અને પીરસતી વખતે તે ખૂણાથી તૂટી જવાનો ડર રહે છે.પછી દેખાવ પણ સારો લાગતો નથી. એટલે ડાયમન્ડ આકારને બદલે ચોરસ ટૂકડા પણ કરી શકાય.
(૬) હવે તેની ઉપર ચાંદીનો વરખ લગાવી દો.અલબત્ત ચાંદીનો વરખ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઇ તેના પર તે ન લગાવો તો પણ ચાલે.

આજ રીતે ખાંડની ચાસણી બનાવીએ ત્યારે તેમાં બે-ત્રણ ટેબલસ્પુન જેટલા પાણીમાં કે દૂધમાં કેસર ભેળવો અને કાજુનો પાવડર કર્યો તે રીતે પીસ્તાનો થોડો મોટો દાણાદાર ભૂકો કરો અને કાજુના પાવડર સાથે ભેળવી દો. જો ૫૦૦ ગ્રામ કાજુનો પાવડર લીધો હોય તો તેટલો જ પીસ્તાનો મોટો દાણાદાર પાવડર લો અને ખાંડ ૫૦૦ ગ્રામ લો અને ઉપર જણાવ્યું છે તેમ જ કેસરવાળી ચાસણીમાં તેને નાંખી ઘટ્ટ થવા દો તો કાજુ,પીસ્તા,કેસર કતરી તૈયાર થશે.

Advertisements

Entry filed under: બાળકોનો લન્ચબોક્સ.

પર્ણનું આલ્બમ(LEAF ALBUM) ચોકસાઇ,ઝડપ અને એકાગ્રતા વધારતી રમત

1 ટીકા Add your own

  • 1. pratap  |  એપ્રિલ 5, 2012 પર 7:26 એ એમ (am)

    are waah rejeshwari, mari manpasand vangi sikhvadva badal aabhar. I love KAJU KATRI .thanks again

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

  • 227,917 વાંચકો

દિવસવાર ટપાલ

સપ્ટેમ્બર 2011
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જૂન   ઓક્ટોબર »
 1234
567891011
12131415161718
19202122232425
2627282930  

મહિનાવાર ટપાલ


%d bloggers like this: