કાનુડાને બાંધ્યો છે હીરના દોરે.

August 8, 2012 at 8:14 am 2 comments

કાનુડાને બાંધ્યો છે હીરના દોરે,
બાળુડાને બાંધ્યો છે હીરના દોરે.

કોમળ આ અંગ પરે કાપા પડે છે જેવા
આંગળીથી માખણમાં આંક્યાં,
નાનકડાં નેણ થકી ઝરમર ઝરે છે જેવાં
ઢળતાં શીકેથી દહીં ઢાંક્યા,

એના હોઠ બે બિડાયા હજી તોરે
કાનુડાને બાંધ્યો છે હીરના દોરે.

માથેથી મોરપિચ્છ હેઠે સર્યું, ને સરી
હાથેથી મોગરાની માળા,
આંખેથી કાજળ બે ગાલે જઇ બેઠું
કાનકુંવર શું ઓછા હતા કાળા?

બંધ છોડે જશોદને કહો રે
કોઇ જઇને જશોદાને કહો રે
કાનુડાને બાંધ્યો છે હીરના દોરે.

− હરીન્દ્ર દવે

 

Entry filed under: ગમ્મત, બાળકાવ્યો, Nursery Rhymes. Tags: .

About

2 Comments Add your own

  • 1. પરાર્થે સમર્પણ  |  August 9, 2012 at 9:19 pm

    નટખટ નંદલાલને હીરની દોરીથી બાંધવો જ પડે,
    મનભાવન ગીત
    .હમણાં દર ચાર પાંચ મીનીટમાં જ કોમ્પ્યુટર બંધ થઇ જવાથી સંદેશ પાઠવવા

    જલ્દી આવી શકાતું નથી. માફ કરશો

    Reply
  • 2. Ramesh Patel  |  August 11, 2012 at 11:38 pm

    બંધ છોડે જશોદને કહો રે
    કોઇ જઇને જશોદાને કહો રે
    કાનુડાને બાંધ્યો છે હીરના દોરે.

    − હરીન્દ્ર દવે
    શ્રી હરીન્દ્રભાઈની કવિતામાં એક અનોખો રસ વહેછે જે સૌને પ્રભાવિત કરી દે છે.
    જન્માષ્ટમીની શુભેચ્છાઓ.
    રમેશ પટેલ(આકાશદીપ)

    Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

  • 202,251 વાંચકો

દિવસવાર ટપાલ

August 2012
M T W T F S S
« Dec   Sep »
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

માતૃ વેબ સાઇટ


%d bloggers like this: