Archive for ફેબ્રુવારી, 2013
૯ નો ઘડીયો
બાળકો, તમે આંક (ઘડીયા) તો તૈયાર કરતા જ હશો. ચાલો અહીં ૯ નો ઘડીયો યાદ રાખવાની એક સરળ રીત જોઇએ
જન્મતારીખ કહી આપો
કોઇ પણ વ્યક્તિની જન્મતારીખ અને મહિનો કહી આપો
બાળકો, કેવી મઝા આવે આ જાણવામાં????
ચાલો જોઇએ…
કોઇને કહો કે તે તેના
(૧)જન્મના મહિનાને બે વડે ગુણો (૨)હવે મળેલી સંખ્યામાં પાંચ ઉમેરે (૩)હવે મળેલી સંખ્યાને પાંચ વડે ગુણો
અને મળેલી સંખ્યાની પાછળ છેલ્લે શૂન્ય મૂકો.તેમાં તમારી જન્મતારીખ ઉમેરો.
જે સંખ્યા મળે તે તમને કહે અને તમે તેમની જન્મ તારીખ અને મહિનો કહી શકશો..
કઈ રીતે???? ચાલો જોઇએ..
ધારોકે મારી જન્મ તારીખ-૧૫ મી સપ્ટેમ્બર છે.
તો હું સપ્ટેમ્બર માસ એટલે ૯ મો મહિનો..તેને બે વડે ગુણીશ….૯ ક્ષ ૨=૧૮
હવે તેમાં પાંચ ઉમેરીશ એટલે ….૧૮+૫=૨૩
હવે તેને પાચ વડે ગુણીશ એટલે….૨૩ ક્ષ ૫ =૧૧૫
અને છેલ્લે શુન્ય મૂકીશ એટલે…૧૧૫૦
તેમાં હું મારી જન્મ તારીખ ૧૫ ઉમેરીશ. એટલે ….૧૧૫૦ + ૧૫=૧૧૬૫…બરાબરર્ને???? હું તમને ૧૧૬૫ સંખ્યા કહું એટલે તમારે શું કરવાનું???
તેમાંથી ૫૦ બાદ કરવાના એટલે ૧૧૬૫-૫૦ =૧૧૧૫ આવશે. છેલ્લા બે આંકડા (૧૫) મારી જન્મતારીખ છે.
હવે બાકી રહેલી સંખ્યા (૧૧)માંથી બે બાદ કરો. એટલે ૧૧-૨=૯ તે મારો જ્ન્મ મહિનો છે.(નવમો મહિનો એટલે સપ્ટેમ્બર)
મારી જ્ન્મતારીખ ૧૫ મી સપ્ટેમ્બર છે….
મળી ગયોને જવાબ?????
ચાલો બીજું ઉદાહરણ જોઇએ.
એક વ્યક્તિ કહે છે કે છેલ્લી સંખ્યા ૬૭૪ કહે છે..
તો આપણે શું કરીશું???
૬૭૪ માંથી ૫૦ બાદ કરો…૬૭૪-૫૦=૬૨૪
છેલ્લા બે આંકડા તેમની જન્મ તારીખ છે…૨૪ અને બાકી રહેલી સંખ્યા ૬ માંથી બે બાદ કરો…૬-૨=૪ ..તે તેમનો જન્મ મહિનો છે (એપ્રિલ માસ
એટલે તમે તરત કહી દેશો કે તમારી જન્મતારીખ ૨૪ મી એપ્રિલ છે…
તમે પ્રયત્ન કરી જુઓ અને કોઇ પ્રસંગે સગાવહાલા, મિત્રો ભેગા થયા હોય ત્યારે આ રમતનો ઉપયોગ કરીને બધાને નવાઇ પમાડો…
જાદુઇ કાર્ડની રમત-૧
જાદુઇ કાર્ડની રમત
બાળકો, અહીં નીચે તમને પાંચ કાર્ડસ દોરેલા દેખાશે. તેને બરાબર ધ્યાનથી જુઓ.
હવે તેમાંથી કોઇ એક સંખ્યા ધારો. અને આ પાંચ કાર્ડ માંથી કયા કયા કાર્ડમાં તે સંખ્યા છે???? તે જુઓ
હવે તે કાર્ડ અલગ પાડો. અને હું તમને તમે ધારેલી સંખ્યા કહી આપીશ.
(દા.ત) મેં કોઇ એક સંખ્યા ધારી અને હું કાર્ડ નંબર ( ૨ -૩ -૪ -અને ૫ )અલગ કાઢું છું.અને કહું છું કે તે સંખ્યા—–૩૦ છે.
આ કેવી રીતે કહી શકાય???
ચાલો, જોઇએ..
તે માટે કાર્ડ નંબર(૨) જુઓ તેના સૌથી પહેલા ખાનાની સંખ્યા (૨) છે. હવે કાર્ડ નંબર(૩) જુઓ. તેના પહેલા ખાનાની સંખ્યા (૪) છે. હવે કાર્ડ નંબર (૪) જુઓ તેના પહેલા ખાનાની સંખ્યા-(૮) છે અને પાંચમા કાર્ડને જુઓ તેના પહેલા ખાનાની સંખ્યા ((૧૬) છે.
હવે આ સંખ્યાઓનો સરવાળો કરો. ૨+૪+૮+૧૬=૩૦.
મળી ગયોને જવાબ???
ચાલો બીજું ઉદાહરણ જોઇએ.
મારી ધારેલી સંખ્યા ૨૩ છે.
આ સંખ્યા કયા કયા કર્ડમાં છે????
તે કાર્ડ નંબર-૧-૨-૩-અને ૫ માં છે
તો હવે દરેક કાર્ડનાં પહેલા ખાનાની સંખ્યાનો સરવાળો કરો
કાર્ડ નંબર ૧ ની પહેલા ખાનાની સંખ્યા છે-૧
કાર્ડ નંબર ૨ ની પહેલા ખાનાની સંખ્યા છે-૨
કાર્ડ નંબર ૩ ની પહેલા ખાનાની સંખ્યા છે-૪ અને
કાર્ડ નંબર ૫ ની પહેલા ખાનાની સંખ્યા છે-૧૬
માટે તેનો સરવાળો કરતાં
૧+૨+૪+૧૬=૨૩
મળી ગૈને મારી ધારેલી સંખ્યા!!!!!!
અવાં કાર્ડ બનાવી રાખો અને તમારા દોસ્તો સાથે આ જાદુઇ કાર્ડની રમત રમો.
વાંચકોનો ઉમળકો