જન્મતારીખ કહી આપો
ફેબ્રુવારી 20, 2013 at 7:19 પી એમ(pm) rajeshwari 3 comments
કોઇ પણ વ્યક્તિની જન્મતારીખ અને મહિનો કહી આપો
બાળકો, કેવી મઝા આવે આ જાણવામાં????
ચાલો જોઇએ…
કોઇને કહો કે તે તેના
(૧)જન્મના મહિનાને બે વડે ગુણો (૨)હવે મળેલી સંખ્યામાં પાંચ ઉમેરે (૩)હવે મળેલી સંખ્યાને પાંચ વડે ગુણો
અને મળેલી સંખ્યાની પાછળ છેલ્લે શૂન્ય મૂકો.તેમાં તમારી જન્મતારીખ ઉમેરો.
જે સંખ્યા મળે તે તમને કહે અને તમે તેમની જન્મ તારીખ અને મહિનો કહી શકશો..
કઈ રીતે???? ચાલો જોઇએ..
ધારોકે મારી જન્મ તારીખ-૧૫ મી સપ્ટેમ્બર છે.
તો હું સપ્ટેમ્બર માસ એટલે ૯ મો મહિનો..તેને બે વડે ગુણીશ….૯ ક્ષ ૨=૧૮
હવે તેમાં પાંચ ઉમેરીશ એટલે ….૧૮+૫=૨૩
હવે તેને પાચ વડે ગુણીશ એટલે….૨૩ ક્ષ ૫ =૧૧૫
અને છેલ્લે શુન્ય મૂકીશ એટલે…૧૧૫૦
તેમાં હું મારી જન્મ તારીખ ૧૫ ઉમેરીશ. એટલે ….૧૧૫૦ + ૧૫=૧૧૬૫…બરાબરર્ને???? હું તમને ૧૧૬૫ સંખ્યા કહું એટલે તમારે શું કરવાનું???
તેમાંથી ૫૦ બાદ કરવાના એટલે ૧૧૬૫-૫૦ =૧૧૧૫ આવશે. છેલ્લા બે આંકડા (૧૫) મારી જન્મતારીખ છે.
હવે બાકી રહેલી સંખ્યા (૧૧)માંથી બે બાદ કરો. એટલે ૧૧-૨=૯ તે મારો જ્ન્મ મહિનો છે.(નવમો મહિનો એટલે સપ્ટેમ્બર)
મારી જ્ન્મતારીખ ૧૫ મી સપ્ટેમ્બર છે….
મળી ગયોને જવાબ?????
ચાલો બીજું ઉદાહરણ જોઇએ.
એક વ્યક્તિ કહે છે કે છેલ્લી સંખ્યા ૬૭૪ કહે છે..
તો આપણે શું કરીશું???
૬૭૪ માંથી ૫૦ બાદ કરો…૬૭૪-૫૦=૬૨૪
છેલ્લા બે આંકડા તેમની જન્મ તારીખ છે…૨૪ અને બાકી રહેલી સંખ્યા ૬ માંથી બે બાદ કરો…૬-૨=૪ ..તે તેમનો જન્મ મહિનો છે (એપ્રિલ માસ
એટલે તમે તરત કહી દેશો કે તમારી જન્મતારીખ ૨૪ મી એપ્રિલ છે…
તમે પ્રયત્ન કરી જુઓ અને કોઇ પ્રસંગે સગાવહાલા, મિત્રો ભેગા થયા હોય ત્યારે આ રમતનો ઉપયોગ કરીને બધાને નવાઇ પમાડો…
1.
maru kanubhai | એપ્રિલ 28, 2013 પર 8:14 એ એમ (am)
ghani sari jankari mate khub khub abhar.
2.
RAJ | મે 22, 2013 પર 5:38 પી એમ(pm)
khuba j sas mahiti 6 avi vadhare mahiti muko thnks raj ptel
3.
jainan bhai sunil bhatt | જાન્યુઆરી 29, 2014 પર 12:01 પી એમ(pm)
24 .11 2011