દોસ્ત-
જૂન 17, 2013 at 8:31 એ એમ (am) rajeshwari 2 comments
દરિયાકિનારે વસેલું એક નાનકડું ગામ હતું. મોટાભાગના માછીમાર કુટુંબો ત્યાં રહેતા હતા. તે ગામમાં શંકર અને વિનાયક નામના બે કિશોરો પણ રહેતા હતા.બંને પાકા ભાઇબંધો…નજીક નજીક રહે,૧ થી ૧૦ ધોરણ ધરાવતી શાળામાં એક જ ધોરણમાં સાથે ભણે.માતાપિતા ખૂબ જ ગરીબ મછીમારીનો ધંધો કરે અને બજારમાં પકડેલી માછલીઓ વેચીને ગુજરાન ચલાવે.શંકર અને વિનાયકની શાળાનો સમ્ય ૧૧ થી ૫ નો. ત પછી બંને દોસ્તો દરિયાકિનારે રમવા જાય. રેતીમાંથી છીપલા-શંખ- કોડીઓ વીણે, રેતીનું ઘા, મંદિર અને મહેલ બનાવે અને તેને શંખ, છીપ અને કોડીઓથી શણગારે. સાંજ પડેને સૂર્યાસ્ત થાય ત્યારે ઘેર જાય.
પણ આજે તો કાંઇક અલગ જ બન્યું. બંને જણા શાળાએ ગયા અને થડીક જ વારમાં ઘેર પાછા આવ્યા.ઘેર બંનેની માતાઓ જ હતી. તેમણે પાચા આવવાનું કારણ પૂછ્યું. બંને જણા બોલ્યા,” અઠવાડિયાથી સાહેબ ફી માંગે છે અને બાપા તે આપતા નથી. આજે તો અમને કાઢી મૂક્યા અને કહ્યું છે કે જો કાલે ફી લઇને નહીં આવો તો શાળામાંથી નામ કાઢી નાખવામાં આવશે.” બને માતાઓ શું કરે????ઘરમાં ખાવને ધાન પણ ન હતું. ફીના પૈસા ક્યાંથી હોય???બંને બોલી, “કાંઇ નહીં તમે તમારે દરિયે રમવા જાઓ. આપણામાં કોણ ઝાઝું ભણે છે???”
શંકર અને વિનાયક તો દરિયે ગયા. બંનેને ભણવાનું ખૂબ જ ગમતં હતું. બંને ધ્રૂસકે ને ધ્રૂસકે રડવા લાગ્યા. મન ક્યાંય લાગતું ન હતું. આજે તેમણે રેતીનો ખૂબ ઊંચો પર્વત બનાવ્યો તેની પર શંખ,છીપ,કોડીઓ કલાત્મક રીતે લગાવી. પર્વત પર કાગળની ધજા પણ લગાવી.પછી ઉદાસ થઇને બેસી ગયા. સઊર્યાસ્ત તો ક્યારનો થઇ ગયો હતો. હવો ધીમે ધીમે અંધારું થવા લાગ્યું. બંને બેસી જ રહ્યા. તેમને થયું,” અમે જ કેમ ગરીબ???અમારે જ કેમ ભૂખમરો વેઠવાનો???અમે કેમ શાળામાં ન ભણી શકીએ???” અને ફરી બંનેની આંખોમાંથી આંસુ વહ્વા લાગ્યા. અચાનક દરિયાના મોજા પા કશું ક ચાંદી જેવું ચળકતું તેમણે જોયું. તે થોડા ડર્યા પણ ખરા અને જજ્ઞાસા પણ થઇ કે તે શું હશ????તે લાબી,મોટી ચળકતી વસ્તુ મોજાની સાથે સાથે નજીક ને નજીક આવતી ગઇ. મોજા તો પાછા ફરી ગયા અને તે ચળકતી વસ્તુ રતીમાં ખૂંપી ગઇ. બંને જણા તેની નજીક ગયા..શંકર બોલ્યો,” અરે, આ તો મોટીમસ સીલ્વરફીશ છે.” માછલી સાથે તો બંનેને ઘરોબો. તેને હાથમાં લીધી. માછલી તરફડતી હતી. તેમણે જોયુ તો એક મોટો કાંટો તેની પીઠમાં ઘૂસી ગયો હતો. હળવેથી તે કાંટો કાઢ્યો. માછલી દયામણી નજરે તેમના તરફ જોઇ રહી. અચાનક જ માછલી બોલી,” તમે બંને નાનકડા છોકરા આટલી રાત સુધી અહીં શું કરો છો???બંને એ પોતાની ગરીબીની અને ભણી ન શકવાની મજબૂરીની વાત કરી અને રડવા લાગ્યા. માછલી બોલી,” તમે આજથી અમારા દોસ્ત છો. તમે મારો જીવ બચાવ્યો છે. આજે તો તમે ઘેર જાઓ અને કાલે સવારે અહીં આવજો. હું તમને કોઇ ઉપાય બતાવીશ.
બીજે દિવસે નિશાળે તો જવાનું નહતું તેથી સવારે દરિયે પહોંચી ગયા.પેલી સીલ્વર ફીશ પણ આવી ગઇ. તેણે કહ્યું,”તમને દરિયામાં તરતા આવડે છે???શ્વાસ રોકીને લાંબા સમય સુધી દરિયામાં દુબકી લગાવતાં આવડે છે??” બંને જણા માછીમારનાં સંતાનો એટલે તેમને આવડતું જ હોયને???બંને બોલ્યા,”હા, હા, તેમાં તો અમે એકદમ પાવરધા છે.” માચલી બોલી, “તો પછી ચાલો મારી સાથે” અને તે બંનેને દૂર દૂર ખૂબ જ ઊંડે દરિયામાં લઇ ગઇ.ત્યાં ઢગલે ઢગલા મોટી મોટી છીપિ હતી પણ તે તો બીડાયેલી હતી. માછલી બોલી,” જુઓ, આ બધી જ છીપો મોતી છીપો છે.. તેને ખોલશો એટલે તેમાંથી સાચા મોતી નીકળશે. આવી છીપો ભેગી કરો અને તેમાંથી મોતી કાઢો.” બંને દોસ્તો તો મંડિ જ પડ્યા. થોડીક જ વારમાં ખસા મોતી ભેગા કર્યા. માચાલી બોલી,” તમારા પિતાને આ મોતી આપજો. તે બજારમાં જઇને તેને વેચશે તો ઘણા રૂપિયા મળશે. તેમાંથી તમારી શાળાની ફી ભરી દેજો”. બંને દોસ્તો તો ખુશ ખુશ થઇ ગયા. તેમના પિતાને મોતી આપ્યા અને આમ પૈસા મળવાથી તેમની ફી ભરાઇ ગઇ. શાળાએ જવાનું ચાલુ થઇ ગયું. હવે બંનેને મોટીછીપ ક્યાં હોય, કેવી હોય અને મોતી ક ઇ રીતે મેળવાય તે બરાઅર આવડી ગયું. જરૂર પડે ત્યારે તે દરિયામાં ડુબકી મારી મોતી મેળવતા અને તેને વેચીને પોતાની જરૂરિયાત પૂરી કરતા.માચાલી પણ રોજ તેમને મળવા આવતી. તેઓ ભેગા થઇને રમતા. બંનેને થતું,” અમારા જેવા કેટલાય ગરીબ પરિવારો છે. તેમને જો અમે મદદ કરીએ તો કેવું??” અને બંનેએ કામ શરૂ કયું. ધીમેધીમે ઘણા કુટુંબોને મદદ કરી. મોટાથયા ખૂબ જ ભણ્યા. ખૂબ સેવા કરી. ગામના લોકો તેમને બહુ જ માન આપતા. સરસ વાત તો એ જ હતીકે તેમને રૂપિયા મેળવવાની તરકીબ આવડી ગઇ હતી પણ તેમણે ક્યારેય તેનો દરુપયોગ ન કર્યો. માત્ર પોતાના માટેજ પૈસા ભેગા કરવાને બદલે ઘણા ને મદદ કરી..વળી છીપમાંથી મોતી પણ એવી રીતે કાઢતા કે છીપની અંદરનો જીવ મરી ન જાય અને ફરી પાછુ મોતી બનાવી શકે….
મિત્રો, તમને થતું જ હશે કે તો પછી છીપમાં મોતી બને કેવી રીતે?????
આ માટે આપણે ફરી મળીશું ત્યારે વાત કરીશું…
Entry filed under: બાળવાતો , Kids Stories.
2 ટિપ્પણીઓ Add your own
પ્રતિસાદ આપો જવાબ રદ કરો
Trackback this post | Subscribe to the comments via RSS Feed
1.
Pari patel | જાન્યુઆરી 8, 2015 પર 11:35 એ એમ (am)
Thanks For Your Nice Information In Sharing…..
2.
Arashi jogal | ઓક્ટોબર 6, 2016 પર 8:12 એ એમ (am)
Very very nice……