“વાવો તેવું લણો”…

ડિસેમ્બર 29, 2014 at 8:04 પી એમ(pm) 2 comments

akbl

એક દિવસ રાજા અકબરે પોતાના ત્રણ દરબારીઓને બોલાવીને કહ્યું, “જાઓ,રાજમહેલ પાસેના બગીચામાં જાઓ અને સરસ મજાના ફળો લઈ આવો,” દરબારીઓ તે પોતપોતાના થેલા લઇને ઉપડ્યા.એક દરબારીએ બગીચામાંથી એકદમ સરસ તાજા ફળો ભેગા કર્યા અને થેલામાં નાંખ્યા.તેને આ કામ કરતા ઘણી જ વાર લાગી. બીજા દરબારીને થયું,”રાજા કાંઇ નવરો થોડોે છે??તે કાંઇ બધા જ ફળૉ જોવાનો થોડો છે??? બધા જ તાજા ફળો શોધવા રહીશ તો ખૂબ મોડું થઇ જશે.તેણે તો થોડા સારા અને તેની સાથે થોડા સડેલા, બગડેલા ફળો પણ થેલામાં નાંખ્યા.તેને પહેલા દરબારી કરતાં થોડી ઓછી વાર લાગી. હવે ત્રીજા દરબારીને થયું,”આ બંને દરબારીઓ તે સાવ ગાંડા જ છે.રાજાને આવા ફાલતુ કામ માટે સમ્ય થોડો મળશે??તે તો થેલાઓ ક્યાંના ક્યાં ફેંકાવી દેશે..ખોલશે પણ નહીં.તો હું સાવા ફોગટનિ મહેનત શા માટે કરું???”તેણે તો થેલામાં ઘાસ. પાંદડા, ડાખળા અને સડેલા, બગડેલા ફળો ભરવા માંડ્યા. તેનું કામ તો ફટાફટ પતી ગયું.” હવે ત્રણે દરબારીઓ પોતપોતાના થેલા લઇને રાજા પાસે ગયા.
રાજાએ થેલા ખોલાવ્યા પણ નહીં અને જમાદારને કહ્યું,”આ ત્રણે ને પકડીને જેલમાં ત્રણ મહિના માટે કેદ કરો.” ત્રણેને જેલમાં પૂરી દેવાયા અને તેમને પોતપોતાના થેલા આપવામાં આવ્યા. રાજાએ તેમને આ સિવાય કશું જ ખવાનું ન આપવા સૂચન કર્યુ. જેણે ઘાસ, પાંદડા ભેગા કર્યા હતા તે દરબારી તો થોડા ક જ સમયમાં મૃત્યુ પામ્યો. જેણે સારા ફળોની સાથે સડેલા,બગડેલા ફળો ભેગા કર્યા હતા તે જીવ્યો તો ખરો પણ તેને રોગ લાગુ પડ્યો અને બિમાર પડી ગયો. જેણે મહેનત કરી પ્રામાણિકતાથી સારા ફળૉ ભેગા કર્યા હતા તે તો પોતાના ફળો ખાઇને મસ્તીથી રહ્યો.
દોસ્તો, આ પરથી શીખવાનું કે જો આપણને સોંપાયેલું કામ પ્રામાણિકતાથી કરવું જોઇએ. કહેવાયું છે ને કે “વાવો તેવું લણો”…

Entry filed under: અકબર અને બિરબલ, બાળવાતો , Kids Stories.

દોસ્ત- કહેવત ભંડાર-2

2 ટિપ્પણીઓ Add your own

  • 1. jenellekline27094  |  એપ્રિલ 9, 2016 પર 6:19 એ એમ (am)

    […] just built my first wearable project! I followed the Sparkle Skirt tutorial but went with 20 LEDs rather than 12, I also placed FLORA and the acce Click https://zhoutest.wordpress.com/

    જવાબ આપો
  • 2. Ram Virani  |  માર્ચ 13, 2020 પર 1:07 પી એમ(pm)

    ખરેખર આ વાર્તા પરથી શીખવામ મળે છે કે આપણને સોપવામાં આવેલી કામ પ્રમાણિકતા થી કરવું. એજ કહેવત છે ને કે “જેવું વાવો તેવું જ ઉગે”

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

  • 263,669 વાંચકો

દિવસવાર ટપાલ

ડિસેમ્બર 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
1234567
891011121314
15161718192021
22232425262728
293031  

મહિનાવાર ટપાલ


%d bloggers like this: