કાનુડાને બાંધ્યો છે હીરના દોરે.

કાનુડાને બાંધ્યો છે હીરના દોરે,
બાળુડાને બાંધ્યો છે હીરના દોરે.

કોમળ આ અંગ પરે કાપા પડે છે જેવા
આંગળીથી માખણમાં આંક્યાં,
નાનકડાં નેણ થકી ઝરમર ઝરે છે જેવાં
ઢળતાં શીકેથી દહીં ઢાંક્યા,

એના હોઠ બે બિડાયા હજી તોરે
કાનુડાને બાંધ્યો છે હીરના દોરે.

માથેથી મોરપિચ્છ હેઠે સર્યું, ને સરી
હાથેથી મોગરાની માળા,
આંખેથી કાજળ બે ગાલે જઇ બેઠું
કાનકુંવર શું ઓછા હતા કાળા?

બંધ છોડે જશોદને કહો રે
કોઇ જઇને જશોદાને કહો રે
કાનુડાને બાંધ્યો છે હીરના દોરે.

− હરીન્દ્ર દવે

 

Advertisements

ઓગસ્ટ 8, 2012 at 8:14 એ એમ (am) 2 comments

ચોમાસે અજમો,લસણ ભલા
પણ બારે માસ ત્રિફલા ભલા

ખાય જે બાજરી ના રોટલા અને મૂળા ના પાન
શાકાઆહારને લીધે, તે ઘરડા પણ થાય જવાન.

રોટલા, કઠોળ અને ભાજી,તે ખાનારની તબીઅત તાજી,
મૂળો, મોગરી, ગાજર ને બોર, જે ખાય રાતે તે રહે ન રાજી.

હિંગ, મરચું અને આમલી, સોપારી અને તેલ,
શોખ હોય તો પણ, સ્વાસ્થ્ય માટે પાંચે વસ્તુ મેલ.

આદુ રસ ને મધ મેળવી,ચાટે જો પરમ ચતુર,
શ્વાસ, શરદી,અને વેદના ભાગે તેના જરૂર.

ખાંડ, મીઠું અને સોડા, એ ત્રણ સફેદ ઝેર કહેવાય,
નિત ખાવા,પીવામાં એ વિવેકબુદ્ધિથી જ વપરાય.

ફણગાવેલા કઠોળ જે ખાય,તે લાંબો,પોહળો અને તગડો થાય,
દૂધ,સાકર,એલચી,વરીયાળી અને દ્રાક્ષ, એ ગાનારા સૌ ખાય.

લીંબુ કહે-હું ગોળ ગોળ, ભલે રસ છે મારો ખાટો,
સેવન કરો જો મારું તો, પિત્ત ને મારું હું લાતો.

ચણો કહે-હું ખરબચડો, પીળો પીળો રંગ જણાય,
ચણાદાળ ને ગોળ જે ખાય, તે ઘોડા જેવો થાય.

મગ કહે-હું લીલો દાણો અને મારે માથે ચાંદુ,
જો બે ચાર મહીના ખાય તો માણસ ઉઠાડું માંદુ.

કારેલું કહે- કડવો, કડવો હું અને મારે માથે ચોટલી,
રસ જો પીએ મારો,ડાયાબીટીસની બાંધુ ચોટલી.

આમલી કહે-મારામાં ગુણ એક જ,પણ અવગુણ છે પુરા ત્રીસ,
લીંબુ કહે-મારામાં અવગુણ એક નહીં, પણ ગુણ છે પુરા વીસ.

ઉનાળો જોગીનો, શિયાળો ભોગીનો ને ચોમાસુ રોગીનું,
શાકાઆહારી જે જન રહે,દર્દ નામ કદી ન લે એ જોગીનું.

ડિસેમ્બર 8, 2011 at 11:25 પી એમ(pm) Leave a comment

કક્કાની કરામત

(૧)કરસનકાકાએ કચવાતાં કચવાતાં કંચનકાકીને કહ્યું કે કાશ્મીરવાળા કાચના કબાટમાંથી કાગળમાં કસેલા કાચના કપ કાઢો.
(૨)ખોવાયેલી ખ્યાતિએ ખરબચડા ખોખામાંથી
(૩)ગજાનન ગવૈયો ગુજરાતમાં ગીતો ગાવા ગયો.
(૪)ઘાસના ઘરમાં ઘી ઘાલી ઘુસણખોરો ઘા ઘસવા ઘૂમ્યા.
(૫)ચમકદમકવાળા ચાંપાનેરની ચુલબુલી ચાર્મીએ ચશ્મા ચઢાવી ચંબલથી ચોરેલા ચાળણાથી ચણા ચાળ્યા.
(૬)છગનલાલે છાપામાં છુપાવેલી છત્રીથી છાનામાના છમ્મકછલ્લોને છપ્પન છલાંગો છોડાવી.
(૭)જમશેદપુરના જુવાનજોધ જવાહર જેઠવાએ જોવાજેવા જાજરમાન જરઝવેરાત અને જણસોની જીજ્ઞાસા જગાડી.
(૮)ઝુલ્ફાવાળી ઝૂલતી ઝ્મકુડીએ ઝાડને ઝટપટ ઝંઝેડ્યું.
(૯)તડકામાં તપેલો તીસમારખાં તુષાર તોરણીયો તરત  તરબૂચ તોલવા તૂટ્યો.

(10)રાજપુરના રાજા રણજીતસિંહે રાજરાજેશ્વર રહેમતસિંહના રામ રમાડવા રાજદરબારમાં રણનીતિ રચી.

(11)મોરેશીયસની મીશીમીશા માખીએ  મગસના મોટા માલને માણતી મેન્ચેસ્ટર્રની મીકુમાની માખીને મગદળથી મારીને માગશર માસમાં મહેસાણાના મસ્તમઝાના મસાણમાં મોકલી.

(12)ફૂલેકામાં ફરીફરીને,ફટાકડા ફોડીને,ફૂલચંદ ફડાકીએ ફાગણ માસમાં ફરિયાદ ફટકારીને ફાટફાટ ફાંદમાં ફાંકડા ફાફડા ફફડાવ્યા.

(13)બાવીસની બેજવાબદાર બદરી બકરીએ બડબડતાં બડબડતાં બત્રીસની બોગસ બકરીને બેચરદાસ બગસરાવાળના બંગલામાં બોલાવી બગડેલા બોર બાચકામાં બાંધીને બથાવ્યા.

———————————————————————————————-

(૨)ખોવાયેલી ખ્યાતિએ ખરબચડા ખોખામાંથી ખોખું ખોલીને ખોં ખોં ખાંસી ખાતા ખાતા ખાટામીઠા ખાખરાઓ ખાધા.

બટુકભાઇ ઝવેરી- નવી દિલ્હી

બટુકભાઇ, તમે બ્લોગ વાંચ્યો અને તેમાં તમારા તરફથી બીજા નંબરના વાક્યમાં ઉમેરો કર્યો તે બદલ ખૂબ ખૂબ અભિનંદન.
આ જ રીતે કક્કાનાં બીજા મૂળાક્ષરોને માટે પણ વાક્યો ઉમેરશો તેવી અપેક્ષા રાખું છું. બીજા વાચકો પણ પોતાના પ્રતિભાવો/ઉમેરો કરશે તો ચોક્કસ ગમશે.

ઓક્ટોબર 24, 2011 at 11:10 એ એમ (am) 10 comments

દિવાળીની શુભકામનાઓ

રંગોળી-૧

રંગોળી-૨

રંગોળી-૩

રંગોળી-૪

ઓક્ટોબર 24, 2011 at 10:47 એ એમ (am) 2 comments

જાદુઇ ખાના

 

બાળકો,
ઉપર બતાવેલા ચિત્રમાં તમે જોશો કે ગમે તે સીધી લાઇનમાં જો સરવાળો કરવામાં આવે તો તે ૩૮ –(38)  જ થશે…..

ઓક્ટોબર 7, 2011 at 8:47 પી એમ(pm) 2 comments

ચોકસાઇ,ઝડપ અને એકાગ્રતા વધારતી રમત


ચાલો બાળકો આજે આપણે એક નવી જ રમત રમીએ.
આ રમત એકલા પણ રમી શકાય છે અને સમુહમાં પણ રમી શકાય છે.તમારી પાસે ઘરમાં કેલેન્ડર તો હશે જ. આવું એક આખું કેલેન્ડર લો. (વધુ…)

સપ્ટેમ્બર 23, 2011 at 5:27 પી એમ(pm) 5 comments

કાજુ કતરી અને કાજુ,પીસ્તા,કેસર કતરી


સામગ્રી :-  
૫૦૦   ગ્રામ કાજુ
૨૦૦   ગ્રામ ખાંડ
પાણી
(વધુ…)

સપ્ટેમ્બર 23, 2011 at 4:58 પી એમ(pm) 1 comment

Older Posts Newer Posts


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

  • 215,510 વાંચકો

દિવસવાર ટપાલ

ઓક્ટોબર 2017
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ડીસેમ્બર    
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  

મહિનાવાર ટપાલ