આ બ્લોગ વિષે

 Rajeshwari Shukla

ગુજરાતના પૂર્વ સીમાડે આવેલા દાહોદ નગરમાં દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત નવજીવન સાયન્સ કોલેજમાં જીવવિજ્ઞાન વિભાગમાં લેબોરેટરી આસીસ્ટન્ટ તરીકે ૧૯૭૩ થી ૧૯૭૭ સુધી સર્વીસ કરી પછી આ જ સંસ્થા દ્વારા સંચાલિત એમ.વાય.હાઈસ્કુલમાં હાયર સેકન્ડરી(વિજ્ઞાનપ્રવાહ)માં ૧૯૭૭ થી ૨૦૦૪ સુધી જીવવિજ્ઞાનની શિક્ષિકા તરીકે સર્વીસ કરી અને જુલાઈ ૨૦૦૪ માં સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી.

મારા કુટુંબીજનો,સગાવ્હાલા,મિત્રો બધાના માટે ચિંતાનો વિષય હતો કે આટલા બધા વર્ષો સુધી અવિરત કામ કર્યા પછી હું સાવ નિષ્ક્રિય જીવન કઈ રીતે પસાર કરીશ?

Sureshbhai Jani

 

મારા ભાઈ શ્રી સુરેશભાઈજાનીએ મને જણાવ્યું કે મારે ગુજરાતીભાષામાં કોઈ બ્લોગ શરૂ કરવો.થોડા સમય સુધી તો મેં આ અંગે કાંઈ ધ્યાન ન આપ્યું.પરંતુ ૨૦૦૬ માં મારા પુત્ર ડૉ.પંચમને ઘેર લંડન જવાનું થયું અને ત્યાં આ બ્લોગની શરૂઆત કરી,૧૫-૮-૨૦૦૬…..
મને તો કાંઈ આવડતું ન હતું.

 Pancham and Krupa Shukla

સુરેશભાઈ,મારી પુત્રવધુ કૃપા તથા પંચમ શુક્લએ મને જરૂરી માર્ગદર્શન આપ્યું.ત્યારબાદ મારા મિત્ર નીલમબેન દોશીએ ખૂબ સહકાર આપ્યો અને આ બ્લોગ પાંગરતો ગયો.દાહોદ જેવા છેવાડાના,અલ્પવિકસિત નગરમાં રહીને બ્લોગની માવજત કરવી તે લોઢાના ચણા ચાવવા જેવું કામ હતું.

 Kartik and Dhruti Shukla

ગુજરાતમાં જ રહેતા મારા પુત્ર ડૉ.કાર્તિક અને પુત્રવધુ ધૃતિએ પણ મદદ

રી.મારા પતિ શ્રી.દિલીપ શુક્લએ

બ્રોડબેન્ડ કનેક્શનનીસગવડ કરી આપી અને ફરી આ બ્લોગ  જીવંત થયો.અનેક વાચકો અને બ્લોગધારકોએવારંવાર પ્રોત્સાહન આપીને મને અને બ્લોગને સક્રિય રાખ્યા.

Pappa-UK-March09 093               

 

65 Comments Add your own

 • 1. Rajendra Trivedi,M.D.  |  September 28, 2006 at 12:32 am

  Dear Suresh,
  In this Blog, I am seeing you as you are now.
  But in My mind you are as i saw in 1959.
  Rajeswari and you have team up to do nice work.
  Now,
  I wish you can read and start puting Dadaji’s Bhajans from
  ‘ TULSIDAL.’
  Hope you have it now and Like it.
  You can start with RAMA MALA. The last Bhajan.
  Good for all to chant daily.

  Reply
 • 2. nilam doshi  |  October 3, 2006 at 10:00 am

  બાળકો માટે જેટલુ કરી સકાય તેટલું ઓછું જ છે.મને પણ એક (ભૂતપૂર્વ)શિક્ષિકા હોવાને લીધે બાળકોમાં,તેમની પ્રવૃતિઓમાં ખૂબ રસ છે.

  Reply
 • 3. Kiritkumar G. Bhakta  |  October 25, 2006 at 7:07 am

  બેન,
  કદાચ સૌથી અઘરૂં કામ તમે લીધું છે.તમારા વ્યવસાયને લીધે કદાચ એ સરળ લાગતું હશે.
  કંઈક ભાગ લેવા માંગુ છું
  રાજેશે શું કામ બટરને બારીની બહાર ફેક્યું?
  ભારતની ક્રિકેટટીમના દરેક સભ્યોને લાઈટર અપાયું,શું કામ?

  Reply
 • 4. Rajeshwari Shukla  |  December 10, 2006 at 2:06 pm

  કીર્તિભાઈ,
  તમારા સવાલોના જવાબો-
  ૧-રાજેશે બટર બારીની બહાર ફેંક્યું કારણકે તેને પતંગિયું(બટરફ્લાય)જોવું હતું
  ૨-ભારતની ક્રીકેટટીમના દરેક ખેલાડીને લાઈટર અપાયું કારણકે તેઓ મેચીસ(માચીસ)ભૂલી ગયા હતા.

  Reply
 • 5. manthan soni!  |  January 8, 2007 at 7:41 am

  Child , the most complecated creation of god for those men who are having the complecated mind ,not actually caplecated in what they want to do but in the sence what they should do !
  From the arising of a childhood men think that they should do this ,this much talent they should be having and this much innocance they must be having ! Oh !God i do not understand how can a man be able to measure the innocance of a child ?This is what the modification of a man thinking that they have been started the modification of the creatures of God !
  Whatever is there but i say that the child is the reflaction of the nature of God ! The famous line is this “what we do we will have to pay fro that!” ,there the same reflaction the child is showing that whatever we will teach them they will reflect all those things on us !

  But i personally belive that a child is the most innocent creation of God in this world !!!

  Reply
 • 6. Neela Kadakia  |  January 21, 2007 at 2:38 am

  બાળકો માટેનો ઘણો સુંદર છે આપનો બ્લોગ

  Reply
 • 7. Shefali, Prashnat Shah  |  July 24, 2007 at 3:20 pm

  Dear Rajula “Sister”,

  As we used to call you sister at M.Y. high school to you.
  We both , Shefali and Prashant , Learnt Biology at M.Y.
  What a grat change. From Science teacher to Gujarati –” Sahityakar”.
  You may not remember us by name but may be by face.

  U must be inclined to Gujrati in those days also, but that side of u we have never seen during your association with MY. We congratulate to you for this new Blog and Wish you all the best.
  It is quite interesting and Informative blog.

  Once again all the best,

  Shefali(1984-86 batch), Prashant (1978-80)

  Reply
 • 8. Shefali, Prashnat Shah  |  July 28, 2007 at 5:15 pm

  good educational site

  Reply
 • 9. atuljaniagantuk  |  November 7, 2007 at 9:53 am

  અરે વાહ ! અહીં તો સરસ મજાનો કલરવ થાય છે. મને કલરવ ખુબ ગમે છે તેથી વારંવાર સાંભળવા આવતો રહીશ. અને સાથે સાથે મારા બાળકોને પણ લેતો આવીશ.

  પ્રવેશ માટે બે બાળકો સાથે એક વાલી ફ્રી રાખશો ને ?

  Reply
 • 10. Amit Dave  |  February 4, 2008 at 6:32 am

  I would like you guys to write your experience of Gujarati Blogs. Who are the users? who are the contributers? We would like to publish this article about Gujarati Blogs in Gujarati Writers’ Association’s newsletter ‘Lekhak ane lekhan’.
  Gujarati Writers Association (Gujarati Lekhak Mamdal, [GLM]) is a Registered Cooperative Society, Charitable Trust & Union of Writers [Trust/Charity Reg. No.: GUJ/4237/Ahd., F/4098/Ahd. & Trade Union Reg. No.: G-6250 (Govt. Approved)] established in 1993.

  GLM is non-profit fully democratic organization run by Gujarati writers. It fights for the cause of writers, creates awareness about copyright/copyright acts and induces fellow writers to practice professionalism and professional ethics.

  Today it has more than 500 writers as its permanent members. Its quarterly newsletter “Lekhak ane Lekhan’ has around 200 subscribers other than the members. GLM has organized 10 seminars, 8-10 writing skill development workshops, 17-20 talks and debates, 7 major literary surveys in Gujarat & Mumbai.

  GLM also offers its members the script registration services and guides writers fighting for copyrights related issues. It has on its own taken up several issues pertaining to the Gujarati Literature and writers. Such as campaign against censorship & unjust government policies. It has also passed resolutions for freedom of expression on various occasions along its 15 years long journey.

  With a book ” Bal Sahitya no navo yug kyare?”, it also enters into book publication.

  Thanks

  Amit Dave
  Secretary Gujarati Writers’ Association

  Reply
 • 11. Arvind Upadhyay  |  April 2, 2008 at 5:16 pm

  Rajeshwari bahen,
  I am very much delighted reading ‘KALRAV’. The creations are heart touching. Keep it up. I shall be glad if you will allow me to use your writings in ‘Sanatan Brahmnad’ a monthly by Samasta Brahman Mahasangh, Mumbai.
  Arvind Upadhyay

  Reply
 • 12. suvaas  |  April 4, 2008 at 5:22 pm

  સરસ, પણ આ કાવ્‍યો, ઉખાણા સ્‍વર સાથે હોય તો બાળકોને મજા પડી જાય…..
  કંઇક કરો…

  Reply
 • 13. rajesh  |  April 11, 2008 at 9:35 am

  સુંદર છે આપનો બ્લોગ……

  Reply
 • 14. jayeshupadhyaya  |  April 12, 2008 at 1:52 pm

  કલરવ એક અનેરો અનુભવ કરાવતો બ્લોગ ………

  Reply
 • 15. nilam doshi  |  April 12, 2008 at 2:52 pm

  ahi chitravarta start karishu ? kalarava ma ?

  Reply
 • 16. rajeshwari  |  April 13, 2008 at 4:44 pm

  નીલમબેન્,
  તમારો ચિત્રવાર્તાનો પ્રસ્તાવ મને મંજૂર છે….

  Reply
  • 17. nilam doshi  |  October 23, 2009 at 3:37 am

   ચિત્રવાર્તામાં ચિત્ર કેવી રીતે મૂકવા એ મને આવડતું નથી. વાર્તા હું મોકલી આપું ? તમે ચિત્ર એને અનુરૂપ મૂકી શકશો ?

   આજે ઘણાં સમય બાદ જોવાની તક મળી છે.

   Reply
 • 18. rajeshwari  |  April 13, 2008 at 4:45 pm

  આભાર જયેશભાઈ

  Reply
 • 19. ડૉ.મહેશ રાવલ  |  August 28, 2008 at 4:43 pm

  નમસ્કાર,
  રાજેશ્વરીબેન !
  આજે,અમસ્તો જ જરા અન્ય બ્લોગ પર લટાર મારવાના ઈરાદે નીકળ્યો અને અનાયાસે આ બાળકોના કલરવનો ભેટો થઈ ગયો ….!
  ખૂબ ગમ્યું હો !
  ઈશ્વરનું એ રૂપાળું સ્વરૂપ દરેકને લલચાવે છે…..! કેવું નિર્દોષ,નિર્લેપ,નિજાનંદી અને સહુથી મોટીવાત એ કે ,-નિષ્કપટ.
  સહુપ્રથમ તો,આપના બાળકો ના કલરવ ને બ્લોગ સ્વરૂપે પ્રસ્તુત કરવાના “વિચાર”ને આદરભાવપૂર્વક નમન……
  ફરી મળીશું…
  આવજો!

  Reply
 • 20. wahgujarat  |  November 2, 2008 at 11:50 am

  કેમ છો… મજામાં,
  ગુજરાતી ભાષા અને ગુજરાત વિશેની દરેક ગુજરાતીની લાગણીઓ નેટ જગતમાં છલકી રહી છે, લાગે છે હવે તે ટુંક સમયમાં ઉભરાઇ જશે, આવીજ એક લાગણી સાથે એક નાનકડી વેબસાઇટ http://www.wahgujarat.com નવા રંગ-રૂપ અને આપની મદદથી રજુ કરેલ છે તો http://www.wahgujarat.com વીશે આપના બ્‍લોગ પર એક પોસ્‍ટ ત્‍થા લીંક મુકવા વિનંતી.
  ( સંજય બાપુ, અમરેલી. )

  Reply
 • 21. Rakesh Patel  |  November 29, 2008 at 3:35 pm

  Rajeshwariben,
  I am from a small village named Morwa(Rena) in panchmahal.
  accidently I met with your blog and happy that someone like you have open eyes for children of gujarat.
  visit my blog:

  nvndsr.blogspot.com

  and share your comments.

  Reply
 • 22. maulik shah  |  June 5, 2009 at 9:42 am

  hellow from a pediatrician of jamangar.nice activity keeping yourselves and the world alive.
  visit me : matrutvanikediae.blogspot.com

  Reply
 • 23. પ્રવિણ શ્રીમાળી  |  September 8, 2009 at 5:29 am

  ખુબ જ સરસ બ્લોગ, બાળક અને માતા-પિતા માટે તમે તો ખજાનો ખોલી દીધો. ખુબ-ખુબ અભિનંદન !

  સુરેશદાદા તથા પંચમશુકલ મારા મિત્ર અને સલાહકાર છે.

  http://pravinshrimali.wordpress.com
  http://kalamprasadi.wordpress.com

  Reply
 • 24. Haresh Kanani  |  September 19, 2009 at 7:06 pm

  Aapno blog gmyo

  Reply
 • 25. Sejal Shah  |  September 28, 2009 at 11:41 am

  I have a request. I didn’t know under which head I should post my request. So I am posting it here.

  i would like to read KABUTAR NU GHU GHU GHU

  Kindly post it if you have.

  Thank you in advance

  Sejal Shah

  Reply
 • 26. SACHIN DESAI  |  October 24, 2009 at 8:00 pm

  RAJULABEN,
  MARI PASE ASNAKHYA GUJARATI GET CH..TEMA BAAL GEETO PAN CHE J.! HU BHULKANO CHU, YAAD KARSHO TO PAN DRIVE MA LAYI NE TAMARA GHERE AAPI JAISH..AA BLOG MATE J JAANE SARJAYA HOY TEVA AAPNI BHASHA NA FAMOUS BAAL-GEETO SAAMBHALVA NU BADHA NE GAMSHE J.!
  AA SA-RAS BLOG MATE DILI AABHAR ANE ABHINANDAN.

  Reply
 • 27. d.a.shuklal  |  October 25, 2009 at 1:13 pm

  dear & respected,
  it is a good effort done by you.
  may god BLESS &SHOWER on you.
  any thing for childern is always appealing me.
  to save MATRUBHASHA is a duty of each gujarati that what I believe.

  Reply
 • 28. dbhatt  |  October 31, 2009 at 8:42 pm

  Rajeshwari Ben,

  It is wonderful to visit your website; your efforts are really worth lauding; kudos to you.

  I was looking for a website where I can find Gujarati sahitya – and it was fabulous going through your website.

  I also have a CD of 16 Children’s songs – these were sung in Giju bhai Badheka’s ‘Bal Mandir’ in Bhavnagar.

  The songs have been composed by Mrs. Anjana Dave – she has a Visharadh in Classical Music; she has performed on All India Radio as well as given live performances in Mumbai, Jamnagar, Vadodara etc

  I am unable to find any suitable website to upload the songs; the CD can be procured at a very nominal price from Ahmedabad, Jamnagar and Anand.

  It would be very helpful if you can please recommend any website where I can upload the songs for other people.

  My contact is
  dhrupadnbhatt@gmail.com or
  +91 9000789420

  I look forward to your response.

  Thank you.

  Dhrupad Bhatt

  Reply
 • 29. Anjali parikh  |  November 1, 2009 at 5:26 pm

  Respected Rajula sister(as being ur student during my school life i used to call u sister), its very wonderful blog for children..not for only children ..i believe that parents also will get some ideas,tips,for their kids… i love gujarati………and so feeling very happy with ur gujarati blog…..balako sathe bahu lagav chhe aathi tamara blog sathe pan raheshej .keep it up…all the best..and heartly congratulations…

  Reply
 • 30. Hema Shreyas Sheth  |  November 21, 2009 at 9:17 am

  Dear Rajeshwariben,
  It was nice to see you today and share thoughts. I really appreciate your effort to share your thoughts with people through blog.I enjoyed it…

  Reply
 • 31. abhigamweblog  |  November 25, 2009 at 6:54 pm

  Dear Rajeswariben,
  really , i am very thankful to you, that you
  inspired me to make a blog….your nature is very helpful. I appreciate you.. your blog is really nice…and also helps parents too..

  uma sheth.

  Reply
 • 32. smita parikh  |  November 30, 2009 at 12:14 pm

  Great job Rajehwariben. Even an inspirational example for all knowledge-hungry ladies at home.

  Reply
 • 33. Vimesh Pandya  |  January 7, 2010 at 2:06 pm

  JSK

  I Want To Meet You…..

  I will inform you when i will get a time

  jsk

  sms me ur mail id

  Vimesh Pandya
  +91-9428131176
  vimeshpandya@gmail.com

  Reply
 • 34. vimal agravat  |  February 4, 2010 at 2:25 pm

  બાળકો માટેનો પહેલો બ્લોગ હું જોઉ છું.ખુબ જ આનંદ થયો.

  Reply
 • 35. shivangi  |  March 31, 2010 at 9:54 am

  pranam madam,i know you will forgot me but i am your student in fact i am the student of both of you.i cant explain how much happy i am to see this blog very congratulation to you madam and really still you are alive in my heart.

  Reply
 • 36. Girish Parikh  |  April 3, 2010 at 4:17 pm

  રાજેશ્વરીબહેનઃ નમસ્તે.

  ‘બાળકોનો કલરવ’ બ્લોગ શરૂ કરવા બદલ અભિનંદન. સફળતાનાં શિખરો સર કરો એવી પ્રભુને પ્રાર્થના.

  પ્રભુકૃપાથી ત્રણ બાલગીતોના સંગ્રહ પ્રકાશિત કરવા તૈયાર કરી રહ્યો છું: ૧. “ફેરફૂદરડી” ૨. “ટમટમતા તારલા” (હાલ અપ્રાપ્ય આ સંગ્રહને ભૂતપૂર્વ મુંબઈ રાજ્યનું ઈનામ મળેલું. એની નવી આવૃત્તિ પ્રકાશિત કરી શકાય.) ૩. “વાર્તા રે વાર્તા” (રસ-લહાણી કરતાં કથાગીતો).

  આપના બ્લોગ પર જો આપને મારાં બાલગીતો પોસ્ટ કરવાની ઇચ્છા હોય તો હું મોકલી આપું. મને girish116@yahoo.com ના સરનામે લખવા વિનંતિ.

  – – ગિરીશ પરીખ

  મોડેસ્ટો કેલિફોર્નિયા

  બ્લોગઃ http://www.girishparikh.wordpress.com

  Reply
 • 37. Ullas Oza  |  April 16, 2010 at 10:27 am

  પ્રિય સુરેશભાઈ જાનીઍ આપના અતિ સુંદર બ્લોગનો પરિચય કરાવ્યો. આપ નાના શહેરમા રહીને સુંદર કામ કરી રહ્યા છો તે માટે આપ સૌનો હૃદયપૂર્વક આભાર.
  આજના બાળકોને મનપસંદ ચીજો બ્લોગ પર મૂકવા માટે અભિનંદન.
  જય શ્રી કૃષ્ણ,
  ઉલ્લાસ ઓઝા

  Reply
 • 38. Rajeshwari Shukla  |  July 4, 2010 at 9:23 am

  pranam mam
  yes he is my relative. i m really glad 2 hear that u r knowing me still now.as i m also a teacher i also believe that none can forget their student but that time there were 65 students in a class and its next to difficult 2 remember each one.thanks mam again i visited your blog kalarav and really i feel that ‘ information ni bhid ma koi potanu malyu.’ i used 2 listen tahuko.com from there i got ur blog. and it is really informative and interesting also.today’s child losts his childhood bcoz of the craze of the medium english but if the parents
  read and act as shown on it they can be bring up their child with his childhood.ok mam bye 4 now i m taking ur lots time sorry 4 that.and thanks again 4 yr reply.
  Shivangi Shastri

  Reply
 • 39. sarda pradip kantilal  |  July 10, 2010 at 6:07 pm

  EXCELLENT ! KEEP IT ON ! ! ! ! ! GOD MAY BLESS YOU.

  Reply
 • 40. Hema Sheth  |  July 18, 2010 at 4:19 pm

  Dear Rajeshwariben,
  After a long time I opened your blog and was amazed to see it!!!
  I enjoyed Charankanya once again after a long long time… Thank you for giving me that opportunity.
  even short stories are heart touching…
  I appreciate.
  love,
  Hema

  Reply
 • 41. readsetu  |  July 22, 2010 at 12:16 pm

  દુનિયા કેટલી નાની છે !!
  હમણાં જ મેં પંચમભાઇને ઇમેઇલ કર્યો.

  એ પછી અમસ્તાં જ નેટ પર લટાર મારતાં તમારો બ્લોગ પહેલી વાર જોયો. મને બાળકોની પ્રવૃત્તિમાં ખૂબ જ રસ હોવાથી સ્વાભાવિક જ તમારા બ્લોગ પર આંખ ઠરી ગઇ…

  ‘ટમેટું’ માં કોમેંટ મૂકી પછી આગળ બીજાં પાનાં જોતાં ખબર પડી કે

  ઓહ.. આ તો પંચમભાઇના મમ્મી !!!

  હવે તો આપણે નિયમિત મળતાં રહીશું. અમદાવાદ આવો તો જરુર મળજો. રાજેન્દ્રભાઇ અને નયનાબહેનથી નજીકમાં જ રહું છું.

  લતા હિરાણી

  Reply
 • 42. anandseta  |  August 20, 2010 at 8:29 am

  plz send me your email address..

  Reply
 • 43. Rakhee Desai  |  September 9, 2010 at 5:17 pm

  Resp. Rajula Sister,

  After a very long time I am writing u. I am at Baroda, Manjalpur. During searching for Bal Geeto & similar things I come to know about u & your blog. Congratulations !

  Reply
 • 44. Rajeshkumar  |  October 7, 2010 at 12:28 pm

  Dear All & team Member,
  My heartly congratulations to all .

  I saw the first time gujarti blog in my 46 year age.
  What a lovely comment in gujarati as well as in english

  As my view and rquest if the blog to be start with teaching the dual language english _ gujarati may be popular to more .

  Thanks

  Reagards,

  Rajeshkumar (Ahmedabad)

  Reply
 • 45. Gajjar Tejas  |  January 10, 2011 at 10:51 am

  બાળકો માટે આ બ્લોગ જ્ઞાન સાથે ગમ્મત કરાવે તેવો છે. આભાર!

  Reply
 • 46. Himanshu Bhandari  |  February 28, 2011 at 7:20 pm

  good efforts , congratulations and thank you

  from himanshu , valsad

  Reply
 • 47. Daxesh Contractor  |  April 13, 2011 at 12:08 am

  તમારા બ્લોગની અગાઉ મુલાકાત લીધી ત્યારે એવું ખબર નહોતી કે તમે પંચમભાઈના મમ્મી છો … કદાચ તમે તમારા પરિચયમાં એનો ઉલ્લેખ નહોતો કર્યો. આજે અચાનક બ્લોગની લટાર મારતા એ વાંચી આશ્ચર્ય અને આનંદ બંને થયા … અને એ પણ ખબર પડી કે પંચમભાઈની કલમમાં આ બધું ક્યાંથી ઉતરે છે … ગંગોત્રી રૂપે તમે હો તો પછી ગંગાજલ વિશે તો શું કહેવું … ખુબ આનંદ થયો..મળતા રહીશું.

  Reply
 • 48. naiya desai  |  April 17, 2011 at 3:09 pm

  Hello , Mam
  I come to know about your blog through a friend.
  I belong to 2003 pass out batch of M Y Highscool. Your biology lectures is still itched in my mind. I am now in pune.

  I d bit of blogging on food , travel experience. Yours is of such wide variety. Inspirational ! and keep Inspiring us.

  Regards.

  Reply
 • 49. Manhar Shukla  |  June 17, 2011 at 1:40 pm

  Rajeshwariben,
  Namaskar. I saw your blog today and i am happy. A person should do something for the society by way of any thing he/she can do. I am wishing all the best for your blog. It is sure that you will get more and more things you want through this blog because you are doing this for the society.
  — Manhar Shukla

  Reply
 • 50. jitendra desai  |  August 11, 2011 at 5:43 am

  fantastice very use full to me

  Reply
 • 51. jjkishor  |  September 10, 2011 at 9:00 am

  ૨૦૦૬થી શરુ થયેલા બ્લોગની જાણ છે….ક આજે થઈ તેનો સંકોચ જ પ્રગટ કરવો રહ્યો….!

  અમદાવાદને લગતું કામકાજ જણાવશો. – જુ.

  Reply
 • 52. Kalpana Mehta  |  October 11, 2011 at 3:57 am

  રાજેશ્વરીબેન.. તમારો બાળકો વિષે નો આ બ્લોગ જોયો સ-ચિત્ર આપે જે માહિતી મૂકી છે તે સુંદર પ્રયાસ છે..
  મારો પરિચય આપું તો હું પણ દાહોદ ની જ છું.દાહોદના ગરબાડામાં.. બીજો પરિચય આપું તો હું “સંદેશ અને સ્ત્રી સામાયિક ની લેખિકા છું..”
  ભગીની સમાજ માં સભ્ય છું.બ્લોગ લીસ્ટ માં દાહોદ વાચ્યું એટલે સારું લાગ્યું અને સંપર્ક કરવાનું મન જાગ્યું.. આપના પ્રત્યુત્તર ની અપેક્ષા…

  Reply
 • 53. readsetu  |  November 15, 2011 at 1:03 pm

  રાજેશ્વરીબહેન, સાંઇ મકરંદ દવેના ગીત ‘પ્રભુએ બંધાવ્યું મારું પારણું રે લોલ’ વિશે મારે લખવાનું હતું અને નેટ પર લટાર મારતાં તમારા બ્લોગમાં જઇ ચડી.. પંચમભાઇને તેમની કવિતાઓથી સારી રીતે ઓળખું છું પણ આજે એની મમ્મી સાથે પણ આમ મુલાકાત થઇ ગઇ અને આનંદ આનંદ થઇ ગયો.. કવિશ્રી રાજેન્દ્રભાઇ શુક્લ અને નયનાબહેનને સારી રીતે ઓળખું. એમના ભત્રીજા તરીકે પંચમભાઇને ઓળખતી હતી.. આજે હવે રાજેશ્વરીબહેનના દીકરા તરીકે સોરી, પંચમભાઇની મમ્મી તરીકે તમારી ઓળખાણ થઇ.. ‘દિવ્ય ભાસ્કર’માં દર મંગળવારે ‘કાવ્યસેતુ’ કોલમમાં કવિતાઓનો રસાસ્વાદ કરાવું છું… બાળકો માટે કામ કરવું બહુ ગમે છે એટલે બાળભાસ્કરમાં પણ લખતી રહું છું.. સમય મળ્યે જોશો.. તમારા બ્લોગથી એટલે જ બહુ આનંદ થયો. ચાલો આમ જ મળતા રહીશું..
  લતા હિરાણી

  Reply
 • 54. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ  |  March 8, 2012 at 5:37 am

  આદરણીય બહેનશ્રી.

  આપના પરિચય પરથી આપે શિક્ષણ માટે ઘણું બધુ કરેલ છે,

  આપે નિવૃત્તિ પછી પણ ગુજરાતી સમાજની આ રીતે સેવા કરતા

  જાણીને ખુબ જ આનંદ થયો.

  આપે સાચે જ શરૂઆતમાં કહ્યુ તેમ આ કામ ખાવાના ખેલ નથી તે આપની

  મહાનતા અને વિવેક છે, આપ પાસે શિક્ષણનું વિશેષ ભાથુ હોય શિક્ષણ જગતને

  આ રીતે આપતા રહો, ફળ આપવા વાળો પ્રભુ ઉપર બેઠો છે.

  આપના પરિવારની સહાયથી આજે તમો ખુબ જ ઉચ્ચકક્ષાની શિક્ષણની સેવા કરો છો,

  ધન્યવાદ

  ડૉ.કિશોરભાઈ એમ. પટેલ

  Reply
 • 55. hiral  |  July 6, 2012 at 8:39 am

  very very good blog maja aavi

  Reply
 • 56. nabhakashdeep  |  July 6, 2012 at 7:25 pm

  કલરવ શ્રીપંચમભાઈનો માણેલો અને તેની સુવાસ આટલી કેમ છે , એ મુલાકાત
  બાદ ખબરપડી. આજે તો આખું ઉપવન જ મળી ગયું. શ્રી સુરેશભાઈની આત્મિયતા સ્પર્શ્યા વગર કેમ રહે? આપનો
  આ કલરવ ગગનનો ખોળો ભરતો રહે એવી શુભેચ્છા..આદરણીય રાજેશ્વરી બહેન.
  રમેશ પટેલ(આકાશદીપ)

  Reply
 • 57. નિરવ ની નજરે . . !  |  August 14, 2012 at 9:23 am

  Lucky for having such a nice family .

  Nice blog .

  Reply
 • 58. Akshitarak  |  November 27, 2012 at 10:41 am

  આપનો બ્લોગ અહી સબમીટ કરો

  Reply
 • 59. keyursavaliya  |  December 2, 2012 at 9:14 am

  Good and informative educational website…………….

  Reply
 • 60. ajaysiddhpura  |  January 27, 2013 at 6:40 am

  aap na karyo ne hradaythi pranam.

  Reply
 • 61. Ashwin Bhatt  |  February 14, 2013 at 5:28 pm

  ઈશ્વર હમેંસા બધા ને દરેક પળે રસ્તો તો બતાવે જ છે..પણ જરૂર છે તેના સંકેતો ને સમજવા.અને સંકેતો સમજવા માટે માનવસેવા અને સદબુદ્ધિ જરૂરી છે….

  Reply
 • 62. Ashwin Bhatt  |  February 14, 2013 at 5:30 pm

  ઈશ્વર હમેંસા બધા ને દરેક પળે રસ્તો તો બતાવે જ છે..પણ જરૂર છે તેના સંકેતો ને સમજવા.અને સંકેતો સમજવા માટે માનવસેવા અને સદબુદ્ધિ જરૂરી છે….જે આપશ્રીએ સિદ્ધ કરી બતાવી છે….આભાર સહ ….એક ગુજરાતી…

  Reply
 • 63. M.D.Gandhi, U.S.A.  |  February 20, 2013 at 6:16 am

  રાજેશ્વરીબેન,

  આજ રોજ શ્રી સુરેશભાઈના ૨૦૦૬ના “બની આઝાદ – નવી આવૃત્તિ …..ભાગ – ૧” ના બ્લોગ ઉપર જતાં, તમારો બ્લોગ જોયો, બહુ સુંદર છે. દાહોદ શહેર ભલે નાનું હોય, પણ તમે કોલેજ અને હાઈસ્કુલમાં ભણાવ્યું છે એટલે તમારી પાસે જ્ઞાન તો છે જે તમે અમને પીરસો છો, જે બહુ સુંદર છે. તમારી જાદુઈ કાર્ડ-૧ની ગેમ બહુ ગમી. હજી તો અર્ધો પણ નથી વંચાયો, ધીરે ધીરે જરૂર આખો વંચાઈ જશે. બહુ સરસ છે.

  મનસુખલાલ ગાંધી
  U.S.A.

  Reply
 • 64. dhiraj  |  April 4, 2013 at 11:45 am

  રાજેશ્વરી બહેન

  ખુબ ખુબ અભીનંદન

  તમારો બ્લોગ મને ગમ્યો.

  આપની પાસે જો બાળકો માટે ની વધારે રમતો હોય તો મને આપશો પ્લિશ.

  Reply
 • 65. Gujaratilexicon  |  મે 21, 2013 at 10:16 am

  માનનીય શ્રી

  નમસ્કાર!

  આપનો બ્લોગ ”બાળકોનો કલરવ” વાંચ્યો અને આપે જે રચના અને કૃતિઓ આપના બ્લોગ ઉપર મૂકેલ છે તે ખૂબ જ ઉપયોગી અને સુંદર છે.
  આશા છે આપનો બ્લોગ દિનપ્રતિદિન સફળતાના ઉન્નત શિખરો પ્રાપ્ત કરે તેવી શુભકામનાઓ.
  આપ આપના બ્લોગ થકી ગુજરાતી ભાષાનો જે પ્રસાર – પ્રચાર કરી રહ્યા છો તે સંદર્ભે ગુજરાતીલેક્સિકોન ટીમ વતી અમો આપ સમક્ષ એક રજૂઆત કરવાની મહેચ્છા દાખવીએ છીએ.
  ગુજરાતીલેક્સિકોન એ સતત છ વર્ષથી ભાષાના પ્રચાર -પ્રસાર માટે કાર્ય કરે છે. ગુજરાતીલેક્સિકોનની વેબસાઇટ ઉપર 45 લાખથી પણ વધુ શબ્દો અને અંગ્રેજી – ગુજરાતી શબ્દકોશ, ગુજરાતી – અંગ્રેજી શબ્દકોશ, ગુજરાતી – ગુજરાતી શબ્દકોશ જેમાં સાર્થ-બૃહદ અને ભગવદ્ગોમંડલોન સમાવેશ થાય છે, હિન્દી – ગુજરાતી શબ્દકોશ, વિરુદ્ધાથી શબ્દો, કહેવતો, રૂઢિપ્રયોગ, પર્યાયવાચી શબ્દો, શબ્દ સમૂહ માટે એક શબ્દ, વિવિધ રમતો, ગુજરાતી જોડણી ચકાસક (સ્પેલચેકર) વગેરે જેવા વિવિધ વિભાગો આવેલા છે.
  આ ઉપરાંત, આ સમગ્ર સ્રોત વિના મૂલ્યે ડાઉનલોડ કરવાની સુવિધા પણ આપવામાં આવી છે.
  માતૃભાષાના સંવર્ધન અને પ્રચારના અમારા આ પ્રયાસમાં આપ પણ સહભાગી થાવ એવી અમારી ઇચ્છા છે. આ સંદર્ભે આપે ફકત આપના બ્લોગ ઉપર યથાયોગ્ય સ્થાને ગુજરાતીલેક્સિકોન (http://www.gujaratilexicon.com) અને ભગવદ્ગોમંડલ (http://www.bhagwadgomandal.com)વેબસાઇટની લિંક મૂકવાની છે. જેથી વિશ્વભરમાં સ્થાયી થયેલ કોઈ પણ વ્યક્તિ એ લિંક ઉપર ક્લિક કરી પોતાની માતૃભાષા સાથેનો સંબંધ જાળવી રાખી શકે. અમને આશા છે આપ આ કાર્યમાં અમારી સાથે જોડાશો. તો ચાલો સાથે મળી આપણી ગરવી ગુજરાતી ભાષાના પ્રચાર અને પ્રસાર માટે એક સહિયારો પ્રયાસ કરીએ. આપને આ સંદર્ભમાં કોઈ પણ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો વિના વિલંબ આપ અમને ઈમેલ કરી શકો છો અથવા ફોન ઉપર પણ સંપર્ક કરી શકો છો. અમારો ફોન નંબર આ મુજબ છે – ૦૭૯ – ૪૦૦ ૪૯ ૩૨૫

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


%d bloggers like this: