Archive for માર્ચ, 2010

બાળશિક્ષણનીરીતો-૭

મારો મિત્ર સરીન મને મળવા આવ્યો. તેની સાથે તેનો નાનકડો પુત્ર વ્યોમ પણ હતો. તેના હાથમાં આલ્બમ હતું. મારાથૂ સહજ રીતે જ પૂછાઇ ગયું'”બેટા, આ શેનું આલ્બમ છે???” વ્યોમ બોલ્યો-“અંકલ, આ તો અમારા સગાંઓનાં ફોટા છે. તમારે જોવા છે??”એં કહ્યું-“હા, હા બતાવને…” અને તેણે એક પછી એક ફોટા બતાવવાનાં શરૂ કર્યા,” જુઓ, અંકલ આ મારા દશરથદાદા અને કમળાબા છે. મારા દાદા અને દાદી….અંકલ, મારા દાદાને ખૂબ મોટો મેડલ મળ્યો હતો. જ્યારે અંગ્રેજોએ આપણને ગુલામ બનાવ્યા હતાને ત્યારે તેમણે આઝાદીની ચળવળમાં ખૂબ કામ કર્યું હતું અને જેલમાં પણ ગયા હતા. અને અંકલ, મારા કમળાદાદી છે ને તે તો એટલા સરસ ગીતો,ભજનો ગાય છે….તેમનાં કાર્યક્રમો રેડિયોમાં આવતા હતા” વ્યોમે આગળ ફોટા બતાવતાં કહ્યું”જુઓ અંકલ આ મારા નાના અને નાની છે. ” મેં જાણવા જ પૂછ્યું’બેટા, દાદા-દાદી અને નાના-નાનીમાં શું ફેર???” તે તરત જ બોલ્યો-“પપ્પાનાં પપ્પાને દાદા અને પપ્પાનાં મમ્મીને દાદી કહેવાય અને મામ્મીનાં પપ્પાને નાના અને મમ્મીનાં મમ્મીને નાની કહેવાય” મારા નાના ઝુમાં ઓફિસર હતા. તમને ખબર છે??? તે તો વાઘ અને સિંહનાં પિંજરામાં પણ જતા હતા અને મારા નાની એટલી સરસ વાર્તાઓ કહે કે મને તો તેમની પાસેથી ઉઠવાનું જ મન ન થાય.” હું તો આ નાનકડા બાળકની વાતો સાંભળતો જ રહ્યો. તે આગળ બોલ્યો. “અંકલ તમને તમારા દાદાના દાદાનું નામ આવડે છે???”મેં કહ્યું ,”ના ભાઈ મને તો નથી આવડતું. તને તારા દાદાના દાદાનું નામ આવડે છે???” અને તે તો એકદમ રાજી થઈ બોલી ઉઠ્યો,” અરે અંકલ જુઓ હું તમને કાંઇક બતાવું. તેણે આલ્બમનાં સૌથી છેલ્લે રાખેલ,ગડી કરેલ એક મોટો ડ્રોઇંગપેપર કાઢ્યો જુઓ અંકલ આ અમારું ફેમીલી ટ્રી છે. હું તો જોતો જ રહી ગયો. વ્યોમે તેનાં ભાઇ બહેન,મમ્મી-પપ્પા,દાદા-દાદી-નાના-નાની- કાકાઓ કાકીઓ તેમનાં દીકરા-દીકરીઓ, મામા-મામી-માસીમાસા-ફોઈ-ફુઆ દરેકનાં બાળકો વિગેરે વિગેરે….. અને એટલું જ નહીં તે દરેકની સિધ્ધિઓની વાતો કરવા માંડી…” હું તો અચરજ પાંમી ગયો. મેં સરીનને કહ્યું’અરે ભાઇ ,આ ટેણીયો આટલું બધું કઈ રીતે જાણે છે???” સરીન બોલ્યો,” અમે જમવા બેસી કે નાસ્તો કરવા સાથે જ બેસીએ છીએ અને તે વખતે હું અને મારી પત્ની , મારાં બા-બાપુજી કુટુંબનાં સગાની ઉત્તમ વાતો, તેમણે હાંસલ કરેલી સિધ્ધિઓની વાતો કરીએ છીએ. અને એટલે જ વ્યોમ લગભગ બધાં જ સગાંઓને બરાબર ઓળખે છે. ” અને સરીને કહે “વ્યોમ, તું કયા અંક્લને ઘેર આવ્યો છે???” વ્યોમ તરત જ બોલ્યો,”લો પપ્પા, તમેય તે??? ભૂલી ગયા ???આ તો નિકુજ અંકલ છે. તે સ્કૂલમાં ક્રિક્રેટટીમનાં કેપ્ટન હતા ને???મારીતરફ ફરી તે બોલ્યો,”અંકલ, તમારે મને ક્રિકેટ શીખવવું પડશે.” હું તો ખૂબ જ ખૂશ થઇ ગયો. મેં વ્યોમને અને સરીનને હાર્દિક અભિનંદન આપ્યા.

જમતી વખતે પૂર્વજો તથા સગાવહાલાની સિધ્ધિઓ અને પ્રતિભા વિષેની કથાઓનું વર્ણન કરવાથી બાળકને પોતાની આવડતમાં, આત્મવિશ્વાસ કેળવવામાં, શ્રધ્ધામાં તથા જીવનમાં સફળ થવાની સંભાવનામાં મદદરૂપ થાય છે.

 

માર્ચ 4, 2010 at 5:51 પી એમ(pm) 1 comment


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

  • 263,669 વાંચકો

દિવસવાર ટપાલ

માર્ચ 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
1234567
891011121314
15161718192021
22232425262728
293031  

મહિનાવાર ટપાલ