Archive for ઓગસ્ટ, 2010

કાગળ કાપણી

મિત્રો,

 આજે આપણે કાગળ કાપણીનાં કેટલાક નમૂના જોઇએ. તમે પણ પ્રયત્ન કરજો.

ઓગસ્ટ 30, 2010 at 4:24 પી એમ(pm) 3 comments

ટ્રોપીકલ ફોરેસ્ટ રોડ શો

   

 
 
 
 
 
 
 
  
 
તાજેતરમાં લંડનમાં વિવિધ પ્રાણીઓનો પરિચય આપતો બાળકો માટે એક શો યોજાયો હતો. બાળકો અને માતાઓએ તેમાં ખૂબ જ ઉત્સાહ અને રસપૂર્વક ભાગ લીધો. અમારા ધ્રુવભાઇ પણ બાકી થોડા રહે. તે કૃપા મમ્મા સાથે ત્યાં પહોંચ્યો અને મનભરીને આ શોને માણ્યો. (વધુ…)

ઓગસ્ટ 15, 2010 at 6:05 પી એમ(pm) 2 comments

સેવ ખમણી

 

સામગ્રી

૧  કપ  ચણાની દાળ
ચપટી સોડા બાયકાર્બ (ખાવાનો સોડા)
૩ ટેબલ સ્પૂન તેલ
૧ ટેબલ સ્પૂન આદુ મરચાની પેસ્ટ
૨ નંગ લીંબુ
૨  નંગ ઝીણા સમારેલા લીલા મરચા
૪ ટેબલ સ્પૂન ખાંડ
૨૦૦ ગ્રામ ઝીણી સેવ
૧ કપ દાડમના દાણા
૧   કપ લીલા નાળિયેરનું છીણ.
હીંગ, લીમડો, મીઠું સ્વાદ પ્રમાણે
 

રીત

ચણાની દાળને ૪ થી ૫ કલાક પલાળી રાખો.

સારી રીતે પલળી જાય પછી તેને મિક્સરમાં વાટી લો. (વધુ…)

ઓગસ્ટ 13, 2010 at 9:35 પી એમ(pm) Leave a comment

શ્રધ્ધાંજલિ

 

આજે એટલે કે ૧૨મી ઑગસ્ટના રોજ  મહાન વૈજ્ઞાનિક ડો.વિક્રમ સારાભાઇનો જન્મદિવસ……….

આ દિવસ “વિજ્ઞાનોત્સવદિન” તરીકે પણ મનાવાય છે. સર સી.વી.રામન જેવા મહાન વિજ્ઞાનીના હાથ નીચે તૈયાર થૈ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવનાર ડો.વિક્રમ સારાભાઇનો જન્મ ૧૨-૦૮-૧૯૧૯ ના રોજ  માતા સરલાદેવીની કૂખે થયો. પિતા ધનાઢ્ય ઉદ્યોગપતિ હોવાથી તેમનાં અભ્યાસને ખૂબ પ્રોત્સાહન મળ્યું. નાનપણથી  જ તેઓ ખૂબ હોંશિયાર હતા. (વધુ…)

ઓગસ્ટ 12, 2010 at 7:21 એ એમ (am) 3 comments

છોકરો અને સફરજનનું વૃક્ષ

ઘણા સમય પહેલાં સફરજનનું એક મોટું વૃક્ષ હતું. એક નાનકડો છોકરો ત્યાં રમવા આવતો. વૃક્ષની આસપાસ દોડતો, તેના પર ચઢતો, સફરજન ખાતો અને આનંદ કરતો. વૃક્ષ આથી ખૂબ ખુશ થતું.

સમય પસાર થતો ગયો .ધીમે ધીમે છોકરો મોટો થવા લાગ્યો. હવે તે વૃક્ષ પાસે બહુ રમવા બહુ ઓછો આવતો. વૃક્ષ રોજ તેની રાહ જોતું.

એક દિવસ છોકરો આવ્યો. વૃક્ષ બોલ્યું, “આવ, અને મારી આસપાસ રમ.” છોકરો બોલ્યો, ” હવે હું નાનકડું બાળક નથી. હું મોટો થઇ ગયો છું. મારે રમકડા ખરીદવા છે પણ મારી પાસે પૈસા નથી. તું મને મદદ કરી શકે???” વૃક્ષ બોલ્યું, “મારી પાસે પૈસા નથી પણ સફરજન છે. તું બધા સફરજન ઉતારી લે. તેને વેચી નાંખજે એટલે તને પૈસા મળી જશે. તેનાથી તું રમકડાં ખરીદજે.” છોકરાએ બધા સફરજન ઉતારી લીધા અને લઇ ગયો. ત્યારબાદ તે ઘણા સમય સુધી આવ્યો જ નહીં. વૃક્ષ ખૂબ દુઃખી થઇ ગયું. એકલવાયું થઇ ગયું.

ઘણા વખત પછી પેલો છોકરો વૃક્ષ પાસે આવ્યો. વૃક્ષ રાજીરાજી થઇ ગયું. તે બોલ્યું, “આવ, મારી આસપાસ રમ.” છોકરો બોલ્યો, “હવે તો હું મોટો માણસ બની ગયો છું. છોકરો નથી રહ્યો. મારી પાસે સમય નથી.ખૂબ કામ રહે છે. મારે પણ કુટુંબ છે અને તેનું મારે ધ્યાન રાખવું પડે છે. અમારે રહેવા માટે ઘર બનાવવું છે. તું મને મદદ કરી શકે??” વૃક્ષ બોલ્યું, ” મારી પાસે ઘર તો નથી પણ તું મારી ડાળીઓ કાપીને લઈ જા અને ઘર બનાવી લે.” તે માણસે તો બધી જ ડાળીઓ કાપી લીધી અને તે લઇને ચાલતો થયો.

ઘણાં વર્ષો વીતી ગયા.તે માણસ ફરી કદી આવ્યો જ નહીં. વૃક્ષ સાવ જ ઉદાસ અને એકલવાયું થઇ ગયું.

 એક દિવસ તે આવ્યો અને તો ખુશ ખુશ થઇ યું. તે બોલ્યું, ” આવ, મારી આસપાસ રમ.” માણસ બોલ્યો, ” હવે તો મારી ઉંમર થઇ છે. હું ખૂબ જ થાકી ગયો છું. હું બોટમાં સફર કરી દૂર દૂર જવા માંગું છું. તું મને બોટ આપી શકે???” વૃક્ષ બોલ્યું, “મારી પાસે બોટ તો નથી પણ આ જાડું થડ છે. તે કાપીને લઈ જા અને બોટ બનાવી લે અને દૂરદૂર સફર માટે જા અને ખુશ રહે.”માણસે વૃક્ષનું થડ કાપી લીધું અને લઇ ગયો. હવે વૃક્ષ સાવ જ બુઠ્ઠું થઇ ગયું માત્ર મૂળ જ રહ્યા. તેના દુઃખનો પાર નહતો.

વળી પાછ ઘણા સમય પસાર થઇ ગયો. પેલો માણસ એક દિવસ આવ્યો. તે ખૂબ જ ઘરડો લાગતો હતો. વૃક્ષ બોલ્યું, ” હવે તો મારા મૂળ જ રહ્યા છે. હું કશું જ આપી શકું તેમ નથી. મારી પાસે સફરજન નથી કે તું ખાઇ શકે.”માણસ બોલ્યો, “મારે સફરજન ખાવા પણ નથી કેમકે મારે દાંત જ નથી કે હું કાપી કે ચાવી શકું.વૃક્ષ બોલ્યું,” હવે મારી પાસે ડાળીઓ પણ નથી કે તું ઉપર ચઢીને કુદાકુદ કરી શકે.” માણસ બોલ્યો,” હું હવે ઘરડો થઇ ગયો છું. તારી ઉપર ચઢી શકું તેમ જ નથી. “

તે બોલ્યો ” મારે હવે કશું જ નથી જોઇતું. હું શાંતિથી તારી પાસે બેસવા આવ્યો છું અને તારા દેહ પર મારું શરીર મૂકી આરામ કરવૉ છે.” વૃક્ષ આ સાંભળી ખૂબ ખુશ થયું કેમેકે હવે આ માણસ તેની પાસે રહેવાનો હાતો પણ તેની હાલત જોઇને રડી પડ્યું.

આપણા દરેકનાં જીવનમાં આવું એક વૃક્ષ હોય છે જ અને તે છે આપણાં મા-બાપ ……

આપણે ગમે તેટલા વ્યસ્ત હોઇએ તો પણ આપણા મા-બાપ માટે થોડો સમય ફાળવવો જ જોઇએ. કારણકે તેમણે આપણા માટે જે કર્યું છે તેનો બદલો તો આપણે વાળી સશકીએ તેમ જ નથી પણ તેમને સુખી, હૂંફની થોડી ક્ષણો આપી શકીએ તો આપણું જીવ્યું સાર્થક ગણાય…..

જો આપણે તેમેને માટે આવો સમય ફાળવીશું તો જ આપણા બાળકો આપણા માટે પણ સમય ફાળવશે……..

નીચેની લીન્ક પર ક્લીક કરો…

BOY AND APPLE TREE

ઓગસ્ટ 12, 2010 at 6:52 એ એમ (am) 1 comment

કોયડાનો ઉકેલ

કોયડાનો ઉકેલ

કોયડા=૧ નો ઉકેલ

પહેલો ગ્લાસ ઉપાડી તેમાંનું શરબત પાંચમા ગ્લાસમાં ઠાલવીને પહેલો ગ્લાસ તેની મૂળ જગ્યાએ મૂકી દો……બરાબરને??????

 

 

 

કોયડા-૨ નો ઉકેલ

છ માણસો આવ્યા તેમાંથી પાંચ માણસો એક એકે ઇંડુ લઇ જતા રહ્યા અને છેલ્લે બચ્યું તે છઠ્ઠા માણસનું ઇંડું છે, 

 જે તે  બાસ્કેટ સાથે લઇ લેશે.

ઓગસ્ટ 7, 2010 at 9:13 એ એમ (am) 1 comment


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

  • 287,076 વાંચકો

દિવસવાર ટપાલ

ઓગસ્ટ 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  

મહિનાવાર ટપાલ