કક્કાની કરામત

ઓક્ટોબર 24, 2011 at 11:10 એ એમ (am) 10 comments

(૧)કરસનકાકાએ કચવાતાં કચવાતાં કંચનકાકીને કહ્યું કે કાશ્મીરવાળા કાચના કબાટમાંથી કાગળમાં કસેલા કાચના કપ કાઢો.
(૨)ખોવાયેલી ખ્યાતિએ ખરબચડા ખોખામાંથી
(૩)ગજાનન ગવૈયો ગુજરાતમાં ગીતો ગાવા ગયો.
(૪)ઘાસના ઘરમાં ઘી ઘાલી ઘુસણખોરો ઘા ઘસવા ઘૂમ્યા.
(૫)ચમકદમકવાળા ચાંપાનેરની ચુલબુલી ચાર્મીએ ચશ્મા ચઢાવી ચંબલથી ચોરેલા ચાળણાથી ચણા ચાળ્યા.
(૬)છગનલાલે છાપામાં છુપાવેલી છત્રીથી છાનામાના છમ્મકછલ્લોને છપ્પન છલાંગો છોડાવી.
(૭)જમશેદપુરના જુવાનજોધ જવાહર જેઠવાએ જોવાજેવા જાજરમાન જરઝવેરાત અને જણસોની જીજ્ઞાસા જગાડી.
(૮)ઝુલ્ફાવાળી ઝૂલતી ઝ્મકુડીએ ઝાડને ઝટપટ ઝંઝેડ્યું.
(૯)તડકામાં તપેલો તીસમારખાં તુષાર તોરણીયો તરત  તરબૂચ તોલવા તૂટ્યો.

(10)રાજપુરના રાજા રણજીતસિંહે રાજરાજેશ્વર રહેમતસિંહના રામ રમાડવા રાજદરબારમાં રણનીતિ રચી.

(11)મોરેશીયસની મીશીમીશા માખીએ  મગસના મોટા માલને માણતી મેન્ચેસ્ટર્રની મીકુમાની માખીને મગદળથી મારીને માગશર માસમાં મહેસાણાના મસ્તમઝાના મસાણમાં મોકલી.

(12)ફૂલેકામાં ફરીફરીને,ફટાકડા ફોડીને,ફૂલચંદ ફડાકીએ ફાગણ માસમાં ફરિયાદ ફટકારીને ફાટફાટ ફાંદમાં ફાંકડા ફાફડા ફફડાવ્યા.

(13)બાવીસની બેજવાબદાર બદરી બકરીએ બડબડતાં બડબડતાં બત્રીસની બોગસ બકરીને બેચરદાસ બગસરાવાળના બંગલામાં બોલાવી બગડેલા બોર બાચકામાં બાંધીને બથાવ્યા.

———————————————————————————————-

(૨)ખોવાયેલી ખ્યાતિએ ખરબચડા ખોખામાંથી ખોખું ખોલીને ખોં ખોં ખાંસી ખાતા ખાતા ખાટામીઠા ખાખરાઓ ખાધા.

બટુકભાઇ ઝવેરી- નવી દિલ્હી

બટુકભાઇ, તમે બ્લોગ વાંચ્યો અને તેમાં તમારા તરફથી બીજા નંબરના વાક્યમાં ઉમેરો કર્યો તે બદલ ખૂબ ખૂબ અભિનંદન.
આ જ રીતે કક્કાનાં બીજા મૂળાક્ષરોને માટે પણ વાક્યો ઉમેરશો તેવી અપેક્ષા રાખું છું. બીજા વાચકો પણ પોતાના પ્રતિભાવો/ઉમેરો કરશે તો ચોક્કસ ગમશે.

Entry filed under: ગમ્મત.

દિવાળીની શુભકામનાઓ

10 ટિપ્પણીઓ Add your own

  • 1. B.G.Jhaveri  |  ઓક્ટોબર 26, 2011 પર 11:42 એ એમ (am)

    (2) Khovayeli Khyaatiae kharbachada khokhamaathi khathamitho khaakharo kholine kho kho khansi khata khadho.

    Deepawali ni shubh kamanao ane Nutan Varshabhinandan.

    જવાબ આપો
  • 2. rajeshwari  |  ઓક્ટોબર 27, 2011 પર 8:12 પી એમ(pm)

    Thank you batukbhai,
    I have added the remaining part of sentance. Hope you will add some new sentances in this post.

    જવાબ આપો
  • 3. ashalata  |  ઓક્ટોબર 28, 2011 પર 11:11 એ એમ (am)

    Deepawalini shubh kamnao and HAPPY NEW YEAR

    જવાબ આપો
  • 4. પરાર્થે સમર્પણ  |  ઓક્ટોબર 31, 2011 પર 7:23 પી એમ(pm)

    કોંગ્રેસના કોચવાયેલા કાટલાંએ કરપ્શન અને કાશ્મીરનું કોકડું કેવું કર્યું છે.

    ભાજપના ભડાકયાં ભૂગોળ ભૂમિતિ અને ભ્રષ્ટાચારની ભૂંગળો ભડાકાથી ભડકાવે છે.

    માયાવતીને મોહ માયા અને માન સિવાય મન માનતું નથી

    જવાબ આપો
  • 5. rajeshwari  |  ઓક્ટોબર 31, 2011 પર 11:51 પી એમ(pm)

    ભાઇ શ્રી પરાર્થે સમર્પણ,
    આપનો પ્રતિભાવ મળ્યો. આનંદ થયો.
    વાક્ય રચનામાં ક્યાંય “ક” સિવાયના અક્ષરને નથી લેવા તેથી થોડો ફેરફાર કરી તમે લખેલું વાક્યા આમેજ કરું છું…..
    કોંગ્રેસના કોચવાયેલા કાટલાંએ કરપ્શન , કાશ્મીરનું કોકડું કેવું કર્યું છે.

    ભાજપના ભડાકયાં ભૂગોળ ,ભૂમિતિ , ભ્રષ્ટાચારની ભૂંગળો ભડાકાથી ભડકાવે છે.

    માયાવતીને મોહ , માયા અને માન સિવાય મન માનતું નથી

    જવાબ આપો
  • 6. nabhakashdeep  |  મે 11, 2012 પર 8:52 પી એમ(pm)

    કાકાએ કાકીને કહ્યું કે કાચના કબાટમાંથી કાચી કેરીનું કચુંબર કરો..
    કોઈએ કહેલું કીધું.

    રમેશ પટેલ(આકાશદીપ)

    જવાબ આપો
  • 7. ANILKUMAR PADARIA  |  જુલાઇ 6, 2012 પર 4:03 પી એમ(pm)

    ચંદુ કે ચાચાને ચંદુ કી ચાચી કો ચાંદની રાત મે ચાંદનીચોક મે ચાંદી કી ચમચી સે ચટણી ચટાઇ.

    જવાબ આપો
  • 8. nikul  |  જુલાઇ 15, 2012 પર 10:57 એ એમ (am)

    પસાભાઇએ પર્વત પરથી પડતા પડતા પાડાનો પગ પક્ડયો.

    જવાબ આપો
    • 9. pramath  |  સપ્ટેમ્બર 10, 2012 પર 5:51 એ એમ (am)

      સુંદર! હવે આગળ:
      પર્વત પરથી પડતા પાડાનો પગ પકડતાં પશાભાઈ પોતે પણ પડ્યા!
      અથવા
      પશાભાઈએ પર્વત પરથી પડતાં પડતાં પાડાના પગને પરાણે પકડ્યો!

      જવાબ આપો
  • 10. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ  |  નવેમ્બર 26, 2012 પર 6:26 એ એમ (am)

    આદરણીયશ્રી.

    આપના બ્લોગની મુલાકાતથી હું ધન્ય થઈ ગયો,

    ખુબ જ સરસ રસદાર બ્લોગ છે,

    આપના હકારાત્મક – નિખાલસ વિચારો ખુબ જ પસંદ પડ્યા,

    બસ, આમ જ ગુજરાતી સમાજની સેવા કરતા રહો.

    જવાબ આપો

Leave a reply to ashalata જવાબ રદ કરો

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

  • 286,979 વાંચકો

દિવસવાર ટપાલ

ઓક્ટોબર 2011
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  

મહિનાવાર ટપાલ